નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીની મોસ્ટ અવેડેટ એસયૂવી જેવું લુક ધરાવતી નાની કાર S-Presso ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. કંપની આ કારને ચાર વેરિયન્ટમાં ઉપલબ્ધ કરાવશે. જેમાં Standard, LXI, VXI અને VXI+ સામેલ છે. કારમાં 10થી વધુ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે.

પ્રારંભિક કિંમત (એક્સ-શોરૂમ) 3.69 લાખ રૂપિયા છે. તેના 6 વેરિયન્ટ હશે. કારના ટૉપ મૉડલની કિંમત 4.91 લાખ (એક્સ-શોરૂમ) રૂપિયા હશે. તેને ભારતની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તેને ARENA નેટવર્ક દ્વારા વેચવામાં આવશે. આ મિની એસયૂવીમાં સેફ્ટી ફીચર્સનું ઘણું ધ્યાન રાખવામાં આવ્યું છે. એસ-પ્રેસો તમામ સેફ્ટી રેગ્યુલેશનથી કમ્પ્લાય કરશે.



S-PRESSOના દરવાજાની બનાવટ તેને એસયૂવીનો લુક આપે છે. તેના ટાયર ઘણા મસ્ક્યુલર છે. જમીનથી ઊંચી બૉડી અને સ્ક્વૉયર વ્હીલ આર્ક તેને ઉત્તમ બનાવે છે. તેનું ઇન્ટિરિયર ઘણું યૂનીક હશે જેનું સેન્ટ્રલ કન્સોલ સપોર્ટ વૉચેજ જેવું છે. કારમાં કસ્ટમરને ફર્સ્ટ ક્લાસ સ્ટીયરિંગની સાથે ઑડિયો અને વીડિયો કન્ટ્રોલની સુવિધા પણ મળશે.

એસ-પ્રેસોમાં BS6 કમ્પ્લાયન્સની સાથે 1.0LK10 એન્જિન હશે અને તે મેન્યૂઅલ અને ઑટો ગિયર શિફ્ટ (Auto Gear Shift) ઑપ્શનની સાથે મળશે. મારુતિ સુઝુકી એસ-પ્રેસો સુઝુકી 5th જનરેશન HEARTECT પ્લૅટફોર્મ પર બનેલી છે અને તે ફ્રન્ટલ ઑફસેટ ક્રેશ, સાઇડ ઇમ્પેક્ટ અને પેડેસ્ટ્રિયન સેફ્ટી સહિત તમામ હાલના સેફ્ટી રેગ્યુલેશનને ફૉલો કરે છે.



S-PRESSOમાં ડ્યૂઅલ એરબેગ, ઈબીડી (ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રબ્યૂશન)ની સાથે એબીએસ (એન્ટી લૉક બ્રેકિંગ સિસ્ટમ), પ્રિ-ટેંશનલ અને ફોર્સ લિમિટરની સાથે સીટ બેલ્ટ, ડ્રાઇવર, કો-ડ્રાઇવર સીટ બેલ્ટ રિમાઇન્ડર, રિયર પાર્કિંગ એસિસ્ટ સિસ્ટમ, હાઈ સ્પીડ વોર્નિંગ અલર્ટ અને રિવર્સ પાર્કિંગ સેન્સર્સ જેવા સેફ્ટી ફીચર્સ મળશે.