Taarak Mehta Ka Ooltah Chashmah: ટીવીનો કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 13 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. શોમાં જોવા મળતા દરેક કિરદારે તેમના  અલગ-અલગ અંદાજ સાથે જ દર્શકોનું  દિલ જીતી લીધું છે. દર્શકોને જેઠાલાલ અને બબીતાની કેમેસ્ટ્રી ખૂબ પસંદ આવે છે. તો જેઠાલાલ પણ કોઇને કોઇ રીતે તેમના દીલની વાત બબીતાજીને કહેવા આતુર હોય છે.


 સોશિયલ મીડિયા પર હાલ આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જોવા મળે છે કે, વર્ષોની કોશિશ બાદ આખરે તે બબીતાને આઇ લવ યૂ કરી દે છે.


ગોકુલધામમાં માતૃભાષા મુદ્દે છેડાઇ જંગ


આ વીડિયો જોઇને આપને એવું લાગતું હોય કે, જેઠાલાલ અને બબીતાજી વચ્ચે લવઅફેર શરૂ થવાનો છે. તો આપને જણાવી દઇએ કે, એવું કંઇ જ નથી. છેલ્લા થોડા દિવસથી ગોકુલધામ સોસાયટીમાં માતૃભાષાને લઇને જંગ છેડાઇ છે.આ મોકોનો જ ફાયદો ઉઠાવીને બબીતાજીને જેઠાલાલે આઇ લવ યૂ કહી દીધું.જો કે અહીં મજાની વાત તો એ છે કે, જેઠાલાલ હિન્દી, ગુજરાતી કે ઇંગ્લીશમાં નહી પરંતુ આઇ લવ યૂ બંગાળીમાં કહે છે. આપ પણ જુઓ આ મજેદાર વીડિયો.



જેઠાલાલે બબીતાજીને કહ્યું કે, ‘અમિ તુમાકે ભાલો બાશી’


વીડિયોમાં આપ જોઇ શકો છો કે, જ્યારે જેઠાલાલ એક ફૂલનો ગુલદસ્તા બબિતાના ઘરે જાય છે તો બબીતા  હિન્દીની જગ્યા બંગાળીમાં વાત કરે છે. તેમની બંગાળી વાતો જેઠાલાલને બિલકુલ સમજાતી નથી. આ સમયે તે અમિતાભ બચ્ચનું સોન્ગ ગાતા કહી દે છે, ‘અમિ તુમાકે ભાલો બાશી’ આ સમયે જ ઘર માં અય્યરની  એન્ટ્રી થાય છે અને જેઠાલાલની આ વાત તે સાંભળી લે છે. આ સમયે બંને બાખડી પડે છે પરંતુ બબીતા ​​બંનેને શાંત કરે છે.