Jammu Kashmir Target Killing: જમ્મુ કાશ્મીરમાં આતંકનાદના નવા ચેપ્ટરનું નામ છે- ટારગેટ કિલિંગ.અહીં ઘાટીમાં આતંકી હવે સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યાં છે. ટારગેટ કિલિંગની ઘટનાને અંજામ આપવા માટે આતંકી નવા-નવા ભયંકર રસ્તા અપવાની રહ્યાં છે. ઘટનાને અંજામ આપવા માટે આતંકી જે તે વિસ્તારની પહેલા સંપૂર્ણ રીતે રેકી કરે છે અને પછી મોકો જોઇને તેને મોતના ઘાટ ઉતારે છે.

Continues below advertisement


ઘાટીમાં વધતી જતાં ટારગેટ કિલિંગની ઘટનાને જોતા પ્રશાસને બધા જ ગૈર સ્થાનિક લોકોને પોલીસ અને સેનાના કેમ્પમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે. રવિવારે સાંજે આઇજીપી કમિશનરની તરફથી એક ઇમરજન્સી એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, બધા જ ગેર સ્થાનિય લોકોને સેના અને પોલીસને કેમ્પમાં શિફ્ટ કરવામાં આવશે. આતંકી દ્વારા સતત ગૈર સ્થાનિય લોકોને નિશાન બનાવ્યાં બાદ આખરે આ નિર્ણય લેવાયો છે.


શું છે ટારગેટ કિલિંગ?


ટારગેટ કિલિંગ હેઠળ પહેલા કેટલાક દિવસો સુધી ગૈર કાશ્મીરી લોકોની રેકી કરાઇ છે ત્યારબાદ મોકો જોઇને તેની હત્યા કરી દેવાઇ છે. જમ્મુ કાશ્મીમાં એક મહિનામાં 12 લોકોની હત્યાં કરી દેવાઇ છે. કાશ્મીરમાં શનિવારે બે નિર્દોષ નાગરિકોની હત્યા બાદ રવિવારે ફરી બે નિર્દોષ કાશ્મીરી નાગરિકોને આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી. જેને ગોળી મારવામાં આવી તે બધા જ શ્રમિકો હતા. આંતકિયોએ ઘરમાં ઘુસીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.



કાશ્મીરમાં કેમ ગૈર કશ્મીરીને બનાવવામાં આવી રહ્યાં છે નિશાન
ઘાટીમાં સુરક્ષાદળના ઓપરેશનથી આંતકી હવે વધુ અકળાયા છે જેથી તે નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યાં છે. સેનાનો મુકાબલો કરવામાં નિષ્ફળ આતંકીઓએ ટારગેટ કિલિંગ  શરૂ કર્યું છે. જેથી ઘાટીમાં તેનો ઉપસ્થિતિનો ભય યથાવત રાખી શકાય. ટારગેટ કિલિંગ આતંકીઓ માટે ખૂબ જ સરળ છે. જેના માટે બહુ મોટી આતંકીની ટોળીની જરૂર નથી રહેતી તેવી જ રીતે જથ્થાબંધ હથિયારની પણ જરૂર નથી રહેતી.