હમારે સબ કે સાથી, ડો. હંસરાજ હાથી, અબ નહીં રહે........કોને આપી આ શ્રધ્ધાંજલિ?
રિપોર્ટ્સ અનુસાર, અસિત મોદીએ કહ્યું કે, વર્ષ 2009માં પણ આઝાદની તબિયત લથડી હતી, ત્યારે પણ તેમનો જીવ જતાં જતાં રહી ગયો હતો. તે સમયે તેમને કહ્યું હતું કે પોતાનું ધ્યાન રાખશે અને ક્યારેય પણ લગ્ન નહીં કરે. તારક મહેતાનો શૉ જ તેમના પરિવાર જેવો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશૉના પ્રૉડ્યૂસર અસિત કુમાર મોદીએ આખી ટીમ તરફથી આઝાદને ભાવુક શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. તેમને એક વીડિયો શેર કરીને હાથીને વિદાય આપી છે.
વીડિયોમાં અસિત મોદી કહે છે કે ડૉ. હંસરાજ હાથી હવે આ દુનિયામાં નથી રહ્યાં. ફૂલ મુરઝાઇ જાય છે પણ તેની સુગંધ હંમેશા રહ્યાં કરે છે. કવિ કુમાર આઝાદ અમારા દીલમાં રહેશે. આઝાદ બહુજ પૉઝિટીવ હતા, બધાને હંસાવતા હતા અને જાતે પણ ખુશ રહેતા હતાં. તે અમારા દીલમાં હંમેશા રહેશે. તેમને ગયા પછી જો અમે ઉદાસ રહીશું તો તેમને દુઃખ પહોંચશે.
મુંબઇઃ લોકપ્રિય શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ડૉ. હાથીની ભૂમિકા નિભાવનારા એક્ટર કવિ કુમાર આઝાદનું નિધન જ્યારથી થયુ છે ત્યારેથી તેમને લઇને અનેક વાતો સામે આવી રહી છે. હવે કવિ કુમાર આઝાદના મૃત્યુને લઇને શૉના પ્રૉડ્યૂસર અસિત મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમને શ્રદ્ધાંજલિ આપતા વીડિયો શેર કર્યો કહ્યું- હમારે સબ કે સાથી, ડો. હંસરાજ હાથી, અબ નહીં રહે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -