તૈમૂરના લગ્નના સમાચાર થયા વાયરલ, 20 વર્ષ બાદ આ છોકરી બનશે કરીનાની વહુ
કરણ જૌહર પોતાની દીકરી રૂહીની સાથે તૈમૂરનો સંબંધ જોડવા માગે છે. કરીના અને કરણ બંને ખૂબ સારા મિત્રો છે. આથી તૈમૂર મોટાભાગે કરણના બાળકો રૂહી અને યશની સાથે રમવા માટે તેના ઘરે જાય છે.
તૈમૂરની બર્થડે પર સૈફ-કરીના સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં સેલિબ્રેટ કરી રહ્યા છે. ત્યારે તૈમૂરના ફ્યુચરની વાત કરીએ તો આગળ જતા તે મોટા ધનવાર પરિવારનો જમાઇ બની શકે છે. આ વાત થોડીક ચોંકાવનારી છે પરંતુ બોલિવુડની એક સેલિબ્રિટી તેમને પોતાનો જમાઇ બનાવાની તૈયારી કરી રહ્યું છે.
એક નિવેદનમાં કરણે કહ્યું હતું કે જ્યારે પણ તૈમૂર રમવા માટે ઘરે આવે છે તો તેની નૈની રૂહીને કહે છે કે તૈમૂર ભઇયા બોલો. પરંતુ હું તેની વિરૂદ્ધ છું. મને લાગે છે કે આવું કેમ? કોણ જાણે છે શું ખબર 20 વર્ષ બાદ તૈમૂર અને રૂહી સાથે રહેવા માગે તો. કંઇપણ થઇ શકે છે. અત્યારથી આપણે આ બંનેની વચ્ચે તિરાડ કેવી રીતે પાડી શકીએ.
નવી દિલ્હીઃ તૈમૂર અલી ખાન 20 ડિસેમ્બરે તેનો બીજો જન્દિવસ ઉજવ્યો. કરીના કપૂર અને સૈફ અલી ખાનના દીકરાએ આ બે વર્ષમાં ખૂબ ખ્યાતિ મેળવી. તૈમૂર ઘરની બહાર નીકળે કે મીડિયા પર્સન તેનો કેમોરે તેની દરફ ફેરવી દે છે. દરરોજ તૈમૂરની તસવીર સોશિયલ મીડિય પર ફરતી જોવા મળે છે.