દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે. આ સ્થિતિમાં ભારતમાં કેસ 3 લાખને પાર થઇ ગયા છે. રોજ લાખો લોકો સંક્રમિત થઇ રહ્યાં છે. કોરોનાની બીજી લહેર એટલે પણ વધુ પડકારરૂપ બની રહી છે કે, વધુ દર્દીઓનું ઓક્સિજન લેવલ ડાઉન થઇ રહ્યું છે. આ સ્થિતિમાં દેશમાં ઓક્સિજનની કમી વર્તાઇ રહી છે. આ સ્થિતિમાં હોમ આઇસોલેટ દર્દીનું અચાનક ઓક્સિજન લેવલ ડાઉન થવા લાગે તો શું કરવું જાણીએ..
કોરોનાની મહામારી માનવજાત અને તેની સિસ્ટમ સામે પણ પડકાર રૂપ બની રહી છે. આ સ્થિતિમાં આજે ઓક્સિજન અને ઓક્સિજન બેડ મેળવવા માટેની જંગ દર્દીના પરિજનો લડી રહ્યાં છે. આ સમય દરમિયાન સંખ્યાબંધ એવા દર્દી છે. જે હોમ આઇસોલેટ છે એટલે ઘરે રહીને જ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. આ સ્થિતિમાં ઘર પર ડોક્ટર કે કોઇ ઓક્સિજન હાજર ન હોય તે સ્વાભાવિક છે. તો આ સ્થિતિમાં જો આપનું ઓક્સિજન લેવલ ડાઉન થાય તો શું કરવું? આ મુદ્દે એમ્સના ડાયરેક્ટરે રણદીપ ગુલેરિયાએ ઘર પર રહેલા દર્દી માટે ઓક્સિજન લેવલ અપ કરવાની મેડિકલ પ્રૂવ્ડ ટેકનિક બતાવી છે
પ્રોનિંગ ટેકનિકથી ઓક્સિજન લેવલ કરો નોર્મલ
એમ્સના ડાયરેકટરે જણાવ્યું કે, ઘરે રહીને ઇલાજ કરતા કોરોનાના દર્દીનું જો ઓક્સિજન લેવલ 90 થઇ જાય તો પ્રોનિંગ ટેકનિકથી ઓક્સિજન લેવલને નોર્મલ કરી શકાય છે. શું છે. કમર, પેટ. પગ અને ગરદન નીચે તકિયા રાખી પેટ પર ઊંધા સૂઇ જઇને આ ટેકનિકથી ઓક્સિજન લેવલને નોર્મલ કરી શકાય છે.
શ્વાસ ઓછા લઇ શકતા હોવાની ફરિયાદ
હોમ આઇસોલેટ વ્યક્તિ શ્વાસ ઓછી લઇ શકતા હોવાની પણ કેટલીક વખત ફરિયાદ કરતા હોય છે. આ મામલે દર્દીની શંકાનું સામધાન કરતા ડોક્ટર ગુલેરિયાએ જણાવ્યું કે, ઘણી વખત આવું હોતું નથી પરંતુ દર્દીની નબળી માનસિકતાના કારણે તે આવું અનુભવે છે. જો દર્દી એક મિનિટમાં શ્વાસ 23 વખત શ્વાસ લઇને છોડી શકતા હો તો ગભરાવવાની જરૂર નથી આપની શ્વાસોચ્છાસની પ્રક્રિયા નોર્મલ છે.