નવી દિલ્હીઃ કોરોના મહામારીને લઈને અફવાઓ અને ખોટા સમચારાનું બજાર પણ ગરમ છે. સોશિયલ મીડિયાથી લઈને સામાન્ય લોકોની વચ્ચે વાયરસને લઈને એકથી એક નવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. વિતેલા ઘણાં સમયથી સોશિયલ મીડિયા અને લોકોની વચ્ચે એક અફવા ચાલી રહી છે કે આ કોરોના વાયરસનું સંક્રમણ 5g ટાવરના ટેસ્ટિંગનું દુષ્પરિણામ છે. એટલે કે 5g ટાવરના ટેસ્ટિંગને કારણે કોરોના વાયરસ આટલા ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ દાવાની તપાસ PIB ફેક્ટ ચેકની ટીમે કરી છે અને તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો છે.


PIBએ કહ્યું કે, આ દાવો એકદમ ખોટો છે. પીઆબીએ કહ્યું કે, આ વેશ્વિક મહામારી વાયરસને લઈને આ પ્રકારની ખોટી અને એકદમ ફેક સૂચનાઓ શેર કરવી યોગ્ય નથી. તેના ગંભીર પરિણામ જોવા મળી શકે છે. પીઆઈબીએ લોકોને અપીલ કરી છે કે આ પ્રકારના કોઈપણ દાવા પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો.




તમને જણાવી કે, વૈજ્ઞાનિકોએ પણ આ દાવાની ટીકા કરી છે કે કોરોના અને 5જી ટેકનીકની વચ્ચે સંબંધની વાત બકવાસ છે અને આ જૈવિક રીતે શક્ય નથી. વૈજ્ઞાનિકોનું કહેવું હતું કે જે લોકો આવી પોસ્ટ શેર કરી રહ્યા છે તે બધા કોન્સપેરેસી થીયરીને પ્રોત્સાહન આપી રહ્યા છે, જેમાં 5જીની મદદથી કોરોના વાયરસ સંક્રમણ ફેલાવાનો ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે.


નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.