✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સાઉથની કઈ જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, બોયફ્રેન્ડ પર શું લગાવ્યો આરોપ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Feb 2019 02:37 PM (IST)
સાઉથની કઈ જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, બોયફ્રેન્ડ પર શું લગાવ્યો આરોપ? જાણો વિગત
1

2

3

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં યાશિકા નામથી જાણીતી અભિનેત્રી મૈરી શીલા જેબરાનીએ આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી પ્રમાણે, તેણે ચેન્નાઇ સ્થિત ઘરે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ સાથે જ તેણે એક સુસાઇટ નોટ પણ લખી હતી.

4

ઉલ્લેખનીય છે કે, યાશિકા અને તેના બોયફ્રેન્ડ મોહન બાબુની પ્રેમ કહાણી ત્યારે શરૂ થઇ હતી જ્યારે તે વાડાપાનીની હોસ્ટેલમાં રહેતી હતી. તે સમયે બન્ને પ્રેમમાં પડ્યાં હતાં. ત્યાર બાદ તેઓ પેરાવલ્લુરમાં જીકેએમ કોલોનીમાં ભાડાના ઘરમાં રહેતાં હતાં.

5

આત્મહત્યા કરતાં પહેલાં યાશિકાએ તેની માતાને એક વોટ્સએપ મેસેજ કર્યો હતો. આ સુસાઈટ નોટમાં તેણે બોયફ્રેન્ડ પર આરોપ મૂક્તાં લખ્યું હતું કે, તેનો બોયફ્રેન્ડ તેને માનસિક ત્રાસ આપી રહ્યો હતો. યાશિકા સાથે ઝઘડો થતાં તેનો બોયફ્રેન્ડ ઘર છોડીને જતો રહ્યો હતો તેવું સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે.

6

તે પરત ન ફરતાં યાશિકા ડિપ્રેશનમાં જતી રહી હતી. આ કારણે જ તેણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. યાશિકાએ તેની માતાને કરેલા વોટ્સએપ મેસેજમાં કહ્યું હતું કે, મોહને મારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને મને બહુ ત્રાસ આપ્યો હતો. મારી આત્મહત્યા બાદ તમે એને સખત સજા અપાવજો.

  • હોમ
  • મનોરંજન
  • સાઉથની કઈ જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, બોયફ્રેન્ડ પર શું લગાવ્યો આરોપ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.