અજય દેવગનની ફિલ્મ 'તાનાજી ધ અનસંગ વૉરિયર'નું ટ્રેલર રિલીઝ
abpasmita.in | 19 Nov 2019 04:41 PM (IST)
બોલીવુડ અભિનેતા અજય દેવગનની ફિલ્મ તાનાજી 'ધ અનસંગ વૉરિયર'નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.
મુંબઈ: બોલીવુડ અભિનેતા અજય દેવગનની ફિલ્મ તાનાજી 'ધ અનસંગ વૉરિયર'નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના ધણા પોસ્ટર અને ટીઝર રિલીઝ થઈ ગયા છે. ફિલ્મના ટ્રેલરમાં મરાઠા વીરની સ્ટોરી બતાવવામાં આવી છે. ફિલ્મના ટ્રેલરમાં ભવ્ય સેટ, વૉર સીન, એક્શનની ભરમાર છે. ફિલ્મના ટ્રેલરને યૂ-ટ્યૂબ પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. ટ્રેલર રિલીઝ થવાની થોડી જ વારમાં હજારો લોકો ટ્રેલર જોઇ ચૂક્યા છે. ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના સૂબેદાર માલુસરે તાનાજી પર આધારિત છે. આ ફિલ્મમાં કાજોલ સાવિત્રીબાઇ માલુસરેની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વૉરિયર આવતાં વર્ષે 10 જાન્યુઆરીના મોટા પડદા પર રિલીઝ થવાની છે. ફિલ્મ ઓમ રાઉતે ડાયરેક્ટ કરી છે.