રાખી સાવંતના બળાત્કારના આરોપ પર તનુશ્રી દત્તાએ આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું....
તનુશ્રી દત્તા પર આરોપ લગાવતા રાખીએ કહ્યું કે, 'જ્યારે હું આ ગીતના શૂટિંગ માટે ગઇ હતી. ત્યારે તનુશ્રી ડ્રગ્સ લઇને વેનમાં ચાર કલાક બેભાન પડી હતી. રાખીએ કહ્યું હતું કે, તે દારુ પીવે છે અને લેસ્બિયન છે. એવામાં તનુશ્રી દત્તાએ હાલમાં જ જારી નિવેદનમાં રાખી સાવંતનાં આરોપોનો જવાબ માનવામાં આવી રહ્યો છે.'
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆપને જણાવી દઇએ કે, રાખી સાવંતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવાની સાથે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી તનુશ્રી પર આરોપ લગાવ્યા હતાં કે, 'ફિલ્મ 'હોર્ન ઓકે પ્લિઝ'નાં ગીતમાં મે તનુને રિપ્લેસ કરી હતી. તનુશ્રીએ ફિલ્મનું ગીત શૂટ કરવાનું શરૂ કર્યુ અને વચ્ચેથી જ તે છોડી દીધુ હતું.'
તનુશ્રીએ કહ્યું કે, હું ડ્રગ્સ એડિક્ટ નથી, હું ન તો સિગરેટ કે ન તો દારૂ પીવ છું. હું લેસ્બિયન પણ નથી. જે લોકો મારી છબીને ખરાબ કરી મને ચુપ કરવવા ઇચ્છે છે તેમને એટલું જ કહેવા ઇચ્છુ છુ કે, તેમના આ પ્રયાસ કામ નહીં કરે. તેની આગળ તનુશ્રીએ વિનંતી કરતાં કહ્યું કે, આટલા ગંભીર આંદોલનનો મજાક ન બનવા દેવું જોઇએ. આ આંદોલન આપણા સમાજમાં એક સકારાત્મક ફેરફાર લાવી શકે છે.
નવી દિલ્હીઃ મીટૂ અંતર્ગત એક્ટર નાના પાટેકર પર જાતીય શોષણનો આરોપ લગાવનાર એક્ટ્રેસ તનુશ્રી દત્તા ફરી એક વખત સામે આવી છે. તેણે ખુદને લેસ્બિયન હોવાના રાખી સાવંતના નિવેદનનો જડબાતોડ જવાબ આપ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -