નાના પાટેકર જબરદસ્તીથી મારી સાથે ઇન્ટીમેટ સીન કરવા માગતા હતા, આ હૉટ એક્ટ્રેસે લગાવ્યા ગંભીર આરોપ
તનુશ્રીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે નાના પાટેકર સેટ પર મારી સાથે ઇન્ટીમેટ સિક્વન્સ સીન કરવા ઇચ્છતા હતા. તેમને મને બાહોમાં લીધી અને ધક્કો પણ માર્યો હતો. આ બધુ ગીતનો ભાગ ન હતો તેમછતાં તેમને આમ કર્યુ હતું.
તનુશ્રીએ 10 વર્ષ જુના એક કિસ્સાનો ઉલ્લેખ કરતાં 2008માં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન પોતાની સાથે જબરદસ્તી કરવાનો આરોપ લગાવ્યો હતો.
મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ સ્ટાર અભિનેતા નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવ્યો છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તનુશ્રીએ ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું કે, ઇન્ડસ્ટ્રીમાં પણ બધાને ખબર છે કે નાના પાટેકર મહિલાઓ પ્રત્યે ખરાબ વર્તન કરે છે. વળી, હીરોઇનોને શૂટિંગના સેટ પર મારતા પણ હતા. તનુશ્રીએ #Metoo કેમ્પેઇનમાં આપવીતી કહી હતી.
તનુશ્રીએ કહ્યું કે, નાનાએ કરેલી હરકતો અને વર્તન વિશે જ્યારે તેને ફિલ્મ ડાયરેક્ટર અને પ્રૉડ્યૂસરને જણાવ્યું તે તેમને સ્પષ્ટ કહી દીધુ કે તારે નાનાની વાત માનવી પડશે. તનુશ્રીએ કહ્યું કે નાનાએ મારી સાથે છેડતી જ નહીં પણ કેટલાક ગુંડાઓ દ્વારા મારી કાર પર હુમલો પણ કરાવ્યો હતો.