તનુશ્રીએ આ એક્ટ્રેસ પર અધધ 10 કરોડ રૂપિયાનો માનહાનીનો દાવો કર્યો
તનુશ્રીએ આ ગીતનું શુટિંગ અધવચ્ચે જ છોડી દીધું હતું. ત્યાર બાદ કોરિયોગ્રાફર ગણેશ આચાર્યનો મારા પર ફોન આવ્યો હતો. તેમણે મને બસ એટલું જ કહ્યું કે, તુ ખાલી સેટ પર આવ, ગીત પુરૂ કરવાનું છે. ત્યાર બાદ હું તરત જ સેટ પર આવી ગઈ હતી. આ ઘટના વિશે વાત કરતાં સમયે રાખી સાવંતે તનુશ્રીને લઈને ઘણીવાર અપશબ્દોનો ઉપયોગ પણ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોતાના વિરૂદ્ધ કરવામાં આવેલી નિવેદનબાજી અને રાખી સાવંતના નિવેદનથી ભડકી ઉઠેલ તનુશ્રીએ રાખી વિરૂદ્ધ માનહાનીનો કેસ નોંધાવ્યો છે. તનુશ્રીએ રાખી સાવંત વિરૂદ્ધ રૂપિયા 10 કરોડનો માનહાનીનો દાવો માંડ્યો છે. રાખીએ કહ્યું હતું કે, તનુશ્રી ડ્રગ્સ લઈને પોતાની વાનમાં સુતી હતી ત્યારે ગણેશ આચાર્યના કહેવાથી મેં ગીતનું શુટિંગ પુરૂ કર્યું હતું.
રાખી સાવંતે તનુશ્રી દત્તાને ડ્રગની બંધાણી ગણાવી હતી. આટલુ જ નહીં રાખીએ તનુશ્રીને લઈને અનેક વાતો કહી હતી. આ વીડિયો મીડિયો વાયરલ પણ થયો હતો. હવે તેને લઈને જ તનુશ્રીએ રાખી સાવંત વિરૂદ્ધ માનહાનીનો કેસ નોંધાવ્યો છે.
નવી દિલ્હી: તનુશ્રી દત્તાએ #MeToo કેમ્પેઈંગ હેઠળ નાના પાટેકર પર છેડતીનો આક્ષેપ કર્યો હતો. હવે તનુશ્રીએ તેના વિશે કહેવાયેલી ટિપ્પણી પર રાખી સાવંત વિરુદ્ધ માનહાનીનો કેસ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -