મુંબઈ: અનુભવ સિન્હાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ થપ્પડએ બીજા સપ્તાહમાં શાનદાર કમાણી કરી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ સારી કમાણી કરી રહી છે. તાપસી પન્નુ અને પવેલ ગુલાટી સ્ટારર આ ફિલ્મે પ્રથમ સપ્તાહમાં 22.79 કરોડની કમાણી કરી હતી. હવે બીજા સપ્તાહમાં પણ ફિલ્મે સારી કમાણી કરી છે.

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના મુજબ, થપ્પડએ બીજા રવિવારે 2.15 કરોડની કમાણી કરી છે.આ પહેલા ફિલ્મે બીજા સપ્તાહના પ્રથમ શુક્રવારે 95 લાખની કમાણી કરી હતી. અને બીજા દિવસે શનિવારે 1.95 કરોડની કમાણી કરી હતી. આ રીતે ફિલ્મે 10 દિવસમાં કુલ 27.84 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આશા છે કે આગામી દિવસોમાં હોળીની રજાઓના કારણે ફિલ્મની કમાણી વધી શકે છે.


ફિલ્મમાં તાપસી પન્નુ સિવાય પવૈલ ગુલાટી,માયા સરાઓ,રત્ના પાઠક,તનવી આઝમી,કુમુદ મિશ્રા,ગીતિકા વૈદ્ય,રામ કપૂર અને દિયા મિર્જા છે. આ ફિલ્મને ડિરેક્ટ અનુભવ સિન્હાએ કરી છે. આ ફિલ્મને ફિલ્મ સમીક્ષકો તરફથી સારા રિવ્યૂ મળ્યા અને સોશિયલ મીડિયામાં પણ લોકો ફિલ્મના વખાણ કરી રહ્યા છે.

થપ્પડ ફિલ્મું બજેટ 22 કરોડ છે. આ ફિલ્મને ભારતમાં 2300 કરતા વધારે અને ઓવરસીઝમાં 400 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી હતી.