તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: શોમાં   થોડા દિવસ પહેલા જોવા મળ્યું હતું કે, જેઠાલાલ બબીતાને એક લેટર વાંચીને સંભળાવે છે. જેમાં આઇ લવ યુ લખ્યું હોય છે. જો કે જેઠાલાલ બબીતાને આઇ લવ યુ કહેતા બાપુજી નારાજ થઇ જાય છે.ત્યારે જ જેઠાલાલ બાપુજીને લેટરની હકીકત જણાવે છે અને ગેરસમજ દૂર થતાં સુખમય સમાધાન આવે છે. આ એપિસોડને પણ લોકોએ ખૂબ પસંદ કર્યો હતો.
સુંદર દયાબેનનો મેસેજ લઇને આવે છે “તારક મહેતા કા ઉલ્ટી ચશ્મા”ના હાલના એક એપિસોડમાં જોવા મળ્યું કે, સુંદર એટલે કે દયાનો ભાઇ અને જેઠાલાલાનો સાળો, જે જેઠાલાલ માટે એક સંદેશ લઇને આવે છે. સુંદર તેના કેટલાક મિત્રો સાથે ગોકુલધામ સોસાયટીમાં આવે છે. સુંદરની આવવાની ખુશીમાં પરિવાર પાર્ટી કરે છે. જો કે જેઠાલાલની કિસ્મત તો આપ સૌ જાણો જ છો. ગોકુલ ધામમાં કોઇ પ્રોગ્રામ હોય અને જેઠાલાલ પર ગ્રહણ ન લાગે તેવું તો બને જ નહીં. પાર્ટી દરમિયાન જેઠાલાલથી સુંદરના મિત્રનો ફોન તૂટી જાય છે. દયાબેન માંગશે જેઠાલાલની માફી ફોન તૂટી જતા જેઠાલાલની મુશ્કેલી વધે છે. સુંદર તેમના મિત્ર માટે જેઠાલાલ પાસે નવા ફોનની માંગણી કરી છે. જો કે આવી ડિમાન્ડથી જેઠાલાલ ગુસ્સે ભરાઇ છે. જો કે આ બધા જ વચ્ચે ખુશીની વાત એ છે કે, સુંદર તેમની સાથએ  આખા પરિવાર માટે દયાબેનનો  એક મેસેજ પણ લાવ્યો હોય છે. સોશિયલ મીડિયા પર શેર કર્યો શોનો પ્રોમો “તારક મહેતા કા ઉલ્ટી ચશ્મા” શોનો એક પ્રોમો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જેમાં સુંદર જેઠાલાલને દયાબેનનો એક લેટર આપે છે.લેટરમાં દયાબેન બાપુજી, જેઠાલાલ અને ટપ્પુની માફી માંગતી જોવા મળે છે. તે લેટરમાં જણાવે છે કે, બહુ જલ્દી ગોકુલધામમાં પરત ફરશે. દયાબેનના મેસેજ બાદ જેઠાલાલ ખુશ ખુશાલ થઇ જાય છે.