અક્ષર પટેલની ઇજાને લઈને બીસીસીઆઈએ કહ્યું કે, “અક્ષર પટેલને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ પેટીએમ ટેસ્ટથી બહાર કરવામાં આવ્યો છે. ગઈકાલે ટીમ ઇન્ડિયાના વૈકલ્પિક ટ્રેનિંગ સેશન દરમિયાન ઇજાની તેણે ફરિયાદ કરી હતી. હાલમાં મેડિકલ ટીમ તરફથી તેની સારવાર ચાલી રહી છે અને વિસ્તૃત રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. તે શરૂઆતની મેચ માટે ઉપલબ્ધ નહીં હોય.”
ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં શાનદાર દેખાવ કરનારા ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર તથા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને પણ સ્થાન આપવામાં આવ્યું નથી. આ સિવાય મયંક અગ્રવાલનો સમાવેશ નથી કરાયો.
આજની ટેસ્ટમાં ભારતની પ્લેઇંગ ઇલેવનઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, આર અશ્વિન, નદીમ, ઇશાંત શર્મા અને જસપ્રીત બુમરાહપંડ્યાને કેમ નહીં મળે અંતિમ 11માં સ્થાન
આ ઉપરાંત હાર્દિક પંડ્યાને પણ પ્રથમ ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી બાકાત રાખવામાં આવી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે, પંડ્યાનો આગામી વર્ષે રમાનારા ટી 20 વર્લ્ડકપને લઇ સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમ પંડ્યા અને બુમરહાની ફિટનેસ પર નજર રાખવા માંગે છે. પંડ્યાએ ઓસ્ટ્રેલિયા સામે વન ડે અને ટી 20માં શાનદાર બેટિંગ કરી હતી પણ બોલિંગ કરી નહોતી. જો પંડ્યા બોલિંગ માટે ફિટ થઈ જાય તો ભારત માટે ટી20 વર્લ્ડકપમાં સૌથી મોટો મેચ વિનર બની શકે છે.