નવી દિલ્હીઃ ટેલીવિઝન એક્ટ્રેસ પ્રિયા આહૂજા ટૂંકમાં જ તેના પ્રથમ બાળકને જન્મ આપશે. થોડા જ સમય પહેલા પ્રિયાએ શાનદાર અંદાજમાં પોતાની પ્રેગ્નેન્સીના ગુડ ન્યૂઝ ફેન્સ સાથે શેર કર્યા હતા. એવામાં હવે ફરી એક વખત પ્રિયાએ પોતાની બેબી બમ્પની લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. તસવીરમાં પ્રિયા આહૂજા પોતાના બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.



જણાવી દીઈએ કે પ્રિયા ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રિટા રિપોર્ટરની ભુમિકા માટે ફેન્સમાં ખૂબ જ જાણીતી છે. ફેન્સ પણ તેની આ તસવીરને ખૂબ પસંદ કરી રહ્યા છે. પ્રિયાએ પ્રેગ્નેન્સીની જાહેરાત કરતાં તસવીર શેર કરી હતી.



તમને જણાવી દઈએ કે પ્રિયા રીયલ લાઈફમાં ખૂબ બોલ્ડ છે. પ્રિયાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેની હોટ અને સુંદર તસ્વીરો છે.



ઉલ્લેખનીય છે કે, પ્રિયાનો પતિ માલવ રાજદા ‘તારક મહેતા…’નો મુખ્ય ડિરેક્ટર છે. પ્રિયા અને માલવની મુલાકાત આ સીરિયલના સેટ પર જ થઈ હતી. ત્યાર બાદ બંને પ્રેમમાં પડ્યા હતાં અને 19 નવેમ્બર 2011ના રોજ લગ્ન કર્યાં હતાં. હવે લગ્નના 8 વર્ષ બાદ કપલ પહેલા સંતાનને આવકારવા માટે ઉત્સાહિત છે.