મુંબઈ: અનિલ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે તેનાં બંને પુત્રો અનમોલ અને અંશુલને ડાયરેક્ટર તરીકે કંપની બોર્ડમાં સામેલ કર્યાં છે. કંપનીએ બોર્ડમાં સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે રિટાયર્ડ લેફ્ટનન્ટ કર્નલ સૈયદ અતા હસનૈનને પણ નિયુક્ત કર્યાં છે તેવું કંપનીએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે.

અનમોલ રિલાયન્સ કેપિટલમાં કાર્યકારી નિર્દેશક રહેલો છે અને ઓગસ્ટ 2016માં તેના બોર્ડમાં સામેલ થયા બાદ નાણાંકીય સેવાઓનો કારોબાર પણ જોઈ રહ્યો છે. અંશુલ આ વર્ષે જાન્યુઆરીમાં કંપની સાથે જોડાયો હતો અને ઈન્ફ્રાના તમામ અભિયાનોમાં સક્રિય રીતે સામેલ છે. જેમાં રક્ષા વ્યવસાય પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. તે ગ્રૃપના અધ્યક્ષ અને કાર્યકારી નિર્દેશ અને સીઈઓ પુનીત ગર્ગની સાથે કામ કરે છે.

જુલાઈ 2019 સુધી સમુહની ચાર કંપનીઓ પર 93 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હાલમાં જ સંપન્ન વાર્ષિક આમ બેઠકમાં શેર ધારકો તરફથી દર્શાવવામાં આવેલ ઈચ્છા અનુરૂપ અનમોલ અને અંશુલને કંપનીના બોર્ડમાં સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શેર ધારકોએ પ્રબંધન પાસેથી કંપનીના બોર્ડમાં તેમના મારફતે યુવા પેઢીને મોકો આપવાની માંગ કરી હતી. હાલમાં જ થયેલી વાર્ષિક સામાન્ય બેઠકમાં અનિલ અંબાણીએ 25 હજાર કરોડ રૂપિયા ભેગા કરવા માટે ડિસેમ્બર સુધી રિલાયન્સ કેપિટલની બે દેવું લેનાર કંપનીઓ રિલાયન્સ કોમર્શિયલ ફાયનાન્સ અને રિલાયન્સ હોમ ફાયનાન્સને બંધ કરવાની ઘોષણા કરી હતી.