નવી દિલ્હીઃ તારક મેહતા કા ઉલ્ટા ચસ્મામાં લાંબા સમયથી દિશા વાકાણીની રાહ જોવામાં આવી રહી છે. એવામાં હવે અહેવાલ આવી રહ્યા છે કે, શોના પ્રોડ્યૂસર નથી ઈચ્છતા કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણીની વાપસી થાય.


દિશા વાકાણીએ ગર્ભવતી હોવાને કારણે શો છોડી દીધો હતો. પછી તેની પુત્રી ખૂબ નાની હોવાને કારણે તે પરત આવવામાં અચકાતી હતી. જ્યારે પ્રોડક્શન હાઉસે અભિનેત્રીને પરત બોલાવવા માટે સંપર્ક કર્યો ત્યારે તેણે થોડી શરતો મૂકી. અહેવાલો છે કે તે દિવસના માત્ર બે કલાક કામ કરવા માંગતી હતી જેથી તે તેની પુત્રીની સારી રીતે સંભાળ રાખી શકે.

એવી પણ અફવાઓ હતી કે તેનો પતિ મયુર પંડ્યા પણ દિશાના આ નિર્ણયમાં દખલ કરી રહ્યો છે. હવે આ બધાની વચ્ચે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના નિર્માતા આસિત કુમાર મોદી ખૂબ હતાશ થઈ ગયા છે. અસિત કુમાર ઈચ્છે છે કે દિશા પહેલાની જેમ તેની ટીમમાં જોડાય અને અન્ય કલાકારો જેવું કરે છે તેમ શૂટિંગ માટે લાંબા કલાકો આપે.

પરંતુ દિશા માટે હાલમાં આ શક્ય બને એવું નથી અને દિશાની શરતો આસિત કુમારને માન્ય નથી. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આસિત મોદીએ આના લીધે જ દિશાને દયાબેનની ભૂમિકામાં પાછા આવવાની સલાહ કરવાની છોડી દીધી છે. કેમ કે સીરીયલમાં દયાબેનની ગેરહાજરી હોવા છતાં દર્શકોને આનંદ મળી રહ્યો છે.