કોલકાતા : વેસ્ટ ઇન્ડીઝ સામે ઘરેલું વન-ડે અને ટી-20 શ્રેણી માટે ગુરુવારે ભારતીય ટીમની થવાની છે. કોલકાતામાં થનારી આ બેઠકમાં વાઇસ કેપ્ટન રોહિત શર્માને આરામ આપવા, શિખર ધવનના ફોર્મ અને વિકેટકીપર રિષભ પંતના પ્રદર્શન ઉપર ચર્ચા થઈ શકે છે. એમએસકે પ્રસાદની અધ્યક્ષતામાં પસંદગી સમિતિની આ અંતિમ બેઠક રહેશે કારણે પ્રસાદનો અને સેન્ટ્રલ ઝોનના પસંદગીકર્તા ગગના ખોડાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે.


વેસ્ટ ઈન્ડિઝ 3 ટી-20 અને 3 વન ડે રમશે

ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ ટી-20 મેચ રમશે. મુંબઈમાં 6 ડિસેમ્બર, તિરુવનંતપુરમમાં 8 ડિસેમ્બર અને હૈદરાબાદમાં 11 ડિસેમ્બરમાં ટી-20 રમાશે. જે બાદ વન ડે શ્રેણી રમાશે. ચેન્નાઈમાં 15 ડિસેમ્બરે પ્રથમ વન ડે, વિશાખાપટ્ટનમમાં 18 ડિસેમ્બરના રોજ બીજી વન ડે અને કટકમાં 22 ડિસેમ્બરે ત્રીજી એક દિવસીય મેચ રમાશે.

મયંક અગ્રવાલને મળશે તક ?

ટેસ્ટ ક્રિકેટમાં મયંક અગ્રવાલનું શાનદાર ફોર્મ અને લિસ્ટ-એ માં 50થી વધારે એવરેજના કારણે તેનો ત્રીજા ઓપનર તરીકે સમાવેશ કરવામાં આવી શકે છે. ધવને બાંગ્લાદેશ સામે ત્રણ ટી-20 મેચમાં 41, 31 અને 19 રન બનાવ્યા હતા. જેના કારણે તેને પડતો મુકવામાં આવી શકે છે.

પંતની થઈ શકે છે હકાલપટ્ટી

પંતનું સતત ખરાબ ફોર્મ પણ ઉપર પણ પસંદગીકારો વચ્ચે વાતચીત થવાની સંભાવના છે. પંતનું પ્રદર્શન સતત કથળી રહ્યું છે અને આવા સમયે સંજુ સેમસનને શ્રેણીમાં વિકેટકીપર તરીકે તક આપવામાં આવી શકે છે.