ટેલિવૂડ:આ શો રિલીઝ થયાની સાથે લોકપ્રિય બની ગયો છે. આ સાથે ઇમલી સિરિયલ પણ હાલ ટીઆરપીની રેટમાં ટોપ પર છે. આ સિરિયલને બીજો નંબર મળ્યો છે. લોકડાઉન બાદ આ શોની લોકપ્રિયતામાં વધારો થયો છે.
ટીવી શો ‘ગૂમ’ પણ કોઇના પ્રેમમાં ખૂબ જ લોકપ્રિય બની ગયો છે. ટીઆરપીના ચાર્ટમાં આ શોને ત્રીજો નંબર મળ્યો છે. આ શોએ બહુ ઓછા સમયમાં લોકપ્રિયતા મેળવી લીધી છે. આ શોમાં રોમાન્સની કોમ્લિકેટેડ સ્ટોરીને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. લાંબા સમયથી ટીઆરપીના રેસમાં આગળ રહેનાર કુંડલી ભાગ્ય ટીઆરપીના ચોથા નંબર પર પહોંચી ગયો છે. નવા શો આવતા આ શો પહેલા નંબરથી ચોથા નંબર પર આવી ગયો છે.
આ શોમાં શ્રદ્ધા, આર્યા અને ધીરજ ધૂપરની એક્ટિંગને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. લોકડાઉનનના સમયે આ શો ટીઆરપીની રેટિંગમાં પ્રથમ નંબર પર હતો. તો પાંચમા નંબરે સિરિયલ કુમકુમ ભાગ્ય છે. જ્યારે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ટોપ ફાઇવમાંથી બહાર થઇ ગયો છે.
2008થી શરૂ થયા બાદ તારક મહેતા ઉલ્ટા ચશ્મા શો સતત ટીઆરપીની રેટિંગમાં ટોપ 5માં રહ્યો છે. પહેલી વખત આ શો ટીઆરપી રેટિંગમાં ટોપ ફાઇવની બહાર થઇ ગયો છે. આ શોના નિર્દેશક અસિત કુમાર મોદી છે. તો લીડ કેરેક્ટર દિલીપ જોશી છે. જે જેઠાલાલના રોલમાં છે. આ શો બાદ થી દિલીપ જોશીને સારી લોકપ્રિયતા મળી છે.
'તારક મહેતા કા........' ટીઆરપીમાં ટોપ ફાઈવ શોમાંથી આઉટ, નવો શરૂ થયેલો ક્યો શો બની ગયો નંબર વન ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Feb 2021 11:44 AM (IST)
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને કુંડલી ભાગ્ય બંને સિરિયલ હવે ટીઆરપીની યાદીમાં હવે ફાઇવ ટોપ પર નથી. જાન્યુઆરી મહિનાના ત્રીજા અઠવાડિયાની ટીઆરપી રેટિંગમાં રૂપા ગાંગુલી અને સિધાશું પાંડેના શોને ‘અનુપમા’ને પહેલો નંબર મળ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -