નવી દિલ્હીઃ થોડા સપ્તાહ પહેલા કંગના રનૌતે જાહેરાત કરી હતી કે તે તેજસ નામની ફિલ્મમાં ભારતીય વાયુ સેના (આઈએએફ) પાઇલટની ભૂમિકા ભજવશે. હવે, ફિલ્મના નિર્માતાઓએ એક્ટ્રેસનો ફર્સ્ટ લુકનો ખુલાસો કર્યો છે. તેજ કંગના દ્વારા નિભાવવામાં આવેલ એક સાહસી ફાઇટર પાઇલટની કહાની છે. ભારતીય વાયુસેના 2016માં મહિલાઓને લડાકુ ગ્રુપમાં સામેલ કરી હતી, ફિલ્મ આ ઐતિહાસિક ઘટનાથી પ્રેરિત છે.


ફિલ્મ વિશે વાત કરતાં કંગનાએ મુંબઈ નિરરને કહ્યું કે, ‘ઘણી વખત આપણી બહાદુર મહિલાઓ દ્વારા વર્દી પહેરીને આપવામાં આવેલ બલિદાન તરફ કોઈનું ધ્યાન નથી જતું. તેજસ એક એવી જ ફિલ્મ છે જ્યાં મને એક એવી વાયુ સેના પાઇલટની ભૂમિકા ભજવવાનું સન્માન મળ્યું છે જે પોતાના પહેલા દેશની છે. મને આશા છે કે અમે આ ફિલ્મની સાથે આજના યુવાઓમાં દેશભક્તિ અને ગર્વની ભાવના પેદા કરી શકીશું. હું તેના પર સર્વેસ (સર્વેસ મેવાડા અને રોની (રોની સ્ક્રૂવાલા)ની એક શાનદાર જર્નીની આશા રાખી રહી છું.’

સત્યનિષ્ટા, સાહસ અને સન્માન ત્રણ સ્તંભ છે જેના પર તેજસની કહાની આધારિત છે. સર્વેસ મેવાડા દ્વારા લેખિત અને નિર્દેશિત થનારી આ ફિલ્મ RSVPની બીજી ફિલ્મ છે. આ પહેલા ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’ બનાવવામાં આવી હતી, જેને દર્શકો તરફથી સારી પ્રતિક્રિયા મળી હતી.