સુરતઃ ધોરણ 12ની વિદ્યાર્થિનીની બોર્ડની પ્રેક્ટિલ પરીક્ષા આપવા માટે પિતા અને ભાઈ સાથે કારમાં જઈ રહી હતી. બારડોલી ઉવાગામ ખાતે આવેલી નહેરમાં અચાનક આ કાર ખાબકી હતી. જેમાં ભાઈ-બહેનના મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે કાર ચાલક પિતાની શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી.
બારડોલીના મઢી ખાતે આવેલા ચંપા ફળિયામાં રહેતા શશીકાંતભાઈ પરમારની પુત્રી ઉર્વી ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. રવિવારે બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષા હોવાથી શશીકાંતભાઈ તેમની પુત્રી અને પુત્ર યશ સાથે સવારે ઘરેથી કાર લઈને સ્કૂલે જવા નીકળ્યાં હતાં. તે સમયે રસ્તામાં અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી.
કેનાલમાં કાર ખાબકતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને તેમણે બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. ક્રેન મારફતે કારને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી જેમાંથી ઉર્વી અને યશનો મૃતદેહ મળી આવ્યો હતો જોકે પિતા શશીકાંત તણાઈ ગયા હોવાની શક્યતાને આધારે તેમની શોધખોળ કરવામાં આવી હતી જોકે હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.
આ ગંભીર અકસ્માત બાદ ચંપા ફળિયામાં વાતાવરણ ગમગીન બન્યું હતું. આ સાથે પરિવારજનો પર જાણે કે આભ ફાટી પડ્યું હતું. આ મામલે પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
બારડોલી: કાર કેનાલમાં ખાબકતાં ભાઈ-બહેન અને પિતા તણાયા, પુત્ર-પુત્રીનું મોત થતાં પરિવારમાં માતમ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Feb 2020 09:23 AM (IST)
રવિવારે બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષા હોવાથી શશીકાંતભાઈ તેમની પુત્રી અને પુત્ર યશ સાથે સવારે ઘરેથી કાર લઈને સ્કૂલે જવા નીકળ્યાં હતાં. તે સમયે રસ્તામાં અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -