આગ્રા-લખનૌ એક્સપ્રેસ-વેના ઉન્નાવમાં ટોલ પ્લાઝાની પાસે એક ટ્રક અને વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ત્યાર બાદ વાનમાં અચાનક આગ લાગી હતી. આ અકસ્માતમાં વાનમાં સવાર 7 લોકો જીવતા સળગી ગયા હતા. ઉન્નાવનાં ડીએમે 7 લોકોનાં મોતની પુષ્ટિ કરી હતી. યૂપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. અકસ્મતા થતાં જ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.


ઉન્નાવનાં ડીએમ દેવેન્દ્ર કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં કુલ 7 મૃતદેહ મળી આવ્યાં હતાં. વાન ઉન્નાવનાં અંકિત બાજપેયીનાં નામથી રજિસ્ટર્ડ છે. એ સ્પષ્ટ નથી કે તે વાનમાં હતો કે નહીં. ગાડીમાં રહેલા લોકો ક્યાંનાં હતા તે હજુ જાણી શકાયું નથી.

આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર ઉન્નાવમાં ટોલ પ્લાઝાની પાસે એક વાન આવી રહી હતી. રોંગ સાઈડથી આવવાનાં કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યો હતો. બાંગરમઉ ક્ષેત્રમાં થયેલા આ અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનાં ટોળાં વળ્યાં હતાં અને ઘટનાસ્થળે ફાયર બ્રિગેડને મોકલવામાં આવી હતી. અકસ્માત બાદ ટ્રકનો ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો.