આ ટીવી સ્ટારે કરી લગ્નની જાહેરાત, પોતાનાથી 14 વર્ષ નાની યુવતી સાથે પરણશે
ફેમસ ટીવી સીરિયલ દિયા ઔર બાતી હમથી લોકપ્રિય થયેલા પાત્ર સૂરજ રાઠી એટલે કે અભિનેતા અનસ રાશિદે ખાસ જાહેરાત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે અનસ અને હિના જલ્દી જ સગાઈ કરશે અને આ જ વર્ષે લગ્ન પણ કરી લેશે.
લગ્નની વાત પર મહોર લગાવતા અનસે કહ્યું કે હા, આ અહેવાલો સાચા છે. હું પરિવારની પસંદની છોકરી સાથે જ લગ્ન કરવા માગતો હતો. બધાના આશીર્વાદથી આ થઈ રહ્યું છે. અમારા વચ્ચે 14 વર્ષનો ફરક છે. (અનસ 38 વર્ષનો છે જ્યારે હિના 24 વર્ષની). અમે હાલ એકબીજાને ઓળખી રહ્યા છીએ.
અનસે પોતાના લગ્ન અંગે જાહેરાત કરી છે. અને આ એક અરેન્જ મેરેજ છે. અનસે એક એન્ટરટેઈન્મેંટ વેબસાઈટને જણાવ્યું કે તેના પરિવારે યુવતીને તેની માટે પસંદ કરી છે અને બધા જ ઘણા ખુશ છે. તેનું નામ હિના છે. તે 24 વર્ષની છે અને તે એકદમ સિમ્પલ છે. હિના પંજાબના મલેરકોટલાની છે. પણ છેલ્લા છ વર્ષથી તે ચંદીગઢમાં રહે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -