Aamna Sharif: એક્ટ્રેસ આમના શરીફનુ (Aamna Sarif) નામ ટીવીની દુનિયામાં ખુબ જાણીતુ છે. ટીવીની બોલ્ડ અભિનેત્રી આમના શરીફ ફરી એકવાર તેના લેટેસ્ટ ફોટોશૂટથી હેડલાઈન્સમાં ચમકી છે. પોતાના કૂલ લુકમાં તેણે ઘણા કિલર પોઝ આપ્યા છે. ખરેખરમાં, આમના શરીફે પોતાની કેરિયરની શરૂઆત ટીવી સીરિયલ 'કહી તો હોગા'થી કરી હતી. આમના શરીફ પોતાની ડેબ્યૂ સીરિયલથી જ ઘરે ઘરે કશિશના નામથી જાણીતી થઇ ગઇ હતી. આમના શરીફ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને દરરોજ પોતાની નવી નવી તસવીરો શેર કરતી રહે છે. હાલ 40ની ઉંમર હોવા છતાં એક્ટ્રેસની બૉલ્ડનેસના ફેન્સ જોરદાર દિવાના છે.  


તાજેતરમાં જ એક્ટ્રેસ આમના શરીફે પોતાના લેટેસ્ટ બૉલ્ડ ફોટોનુ એક કૉલાઝ શેર કર્યુ છે, જેમાં તે એકદમ બૉલ્ડ રીતે બૉડી ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં આમના બ્રાઉન કલરના જેકેટ સાથે મેચિંગ લોઅરમાં જોવા મળી રહી છે, અને તે એકદમ શાનદાર લાગી રહી છે. ફોટોશૂટ માટે આમનાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને આંખો પર કાળા ચશ્મા લગાવ્યા છે. જેકેટ ઉતારીને પણ તેણીએ ગ્લેમરસ પોઝ આપ્યા છે. આ છે આમનાનો સંપૂર્ણ લુક, જેમાં તેણે એક કરતા વધુ કિલર પોઝ આપ્યા છે.


આ નવા ફોટોશૂટ પર ફેન્સ ફિદા થઇ ગયા છે, આમનાનો આ લુક પણ ફેન્સને પસંદ આવી રહ્યો છે. એક યુઝરે તેને 'ચોકલેટ આમના' પણ કહ્યું છે. આમના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાના બોલ્ડ ફોટોઝથી ઈન્ટરનેટનો પારો વધારતી જોવા મળે છે. આ શોર્ટ વ્હાઈટ ડ્રેસમાં આમનાનો ફોટો ખૂબ વાયરલ થયો હતો. આ પ્રકારના ફોટોશૂટથી તે ફેન્સના હોશ ઉડાવી દે છે. આમનાનો દરેક લુક હિટ છે. તે માત્ર વેસ્ટર્ન જ નહીં પરંતુ તેના ટ્રેડિશનલ લુક માટે લોકોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે.






આમના શરીફની આ અદાઓ ફેન્સને દિવાના બનાવી રહી છે. એક્ટ્રેસના ચાહલોનુ લિસ્ટ આજે પણ ખુબ લાંબુ છે. આમના શરીફ માત્ર ટીવી જ નહીં પરંતુ બૉલીવુડમાં પણ પોતાનો હાથ અજમાવી ચૂકી છે, એક્ટ્રેસ ઘણી ફિલ્મોમાં પણ દેખાઇ ચૂકી છે.






















---