મુંબઇઃ અભિનેત્રી શ્વેતા તિવારી અવાર નવાર પોતાની પર્સનલ લાઇફને લઇને વિવાદોમાં રહ્યાં કરે છે. હવે ફરી એકવાર તેના બીજા પતિ અભિનવ કોહલીએ તેના પર કેટલાક ગંભીર આરોપો લગાવ્યા છે, જેની હાલ ખુબ ચર્ચા થઇ રહી છે. અભિનવે કહ્યું કે, શ્વેતા તિવારીએ તેના દીકરા રેયાન્સને તેનાથી દુર લઇ ગઇ, અને તે કોઇ એવી જગ્યાએ જેના વિશે કોઇને કંઇ ખબર ના હોય. અભિનવનો દાવો છે કે તેના દીકરા રેયાન્સ ગાયબ થઇ ગયો છે. રેયાન્સ તેની સાથે 40 દિવસ સુધી હતો, હવે ગયા રવિવારે જ શ્વેતા તિવારી તેને લઇ ગઇ.

અભિનવનુ કહેવુ છે કે તેને 5 દિવસોથી પોતાના દીકરા સાથે કોઇ વાત નથી કરી,તેને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને કહ્યું- રવિવાર (25 ઓક્ટોબર)થી મારો દીકરો રેયાન્સ ગાયબ છે. મને નથી ખબર કે તે ક્યાં છે, તે 40 દિવસ સુધી મારી સાથે રહ્યો. પરંતુ ગયા રવિવારે શ્વેતા તિવારી મારા દીકરાને એવી જગ્યાએ લઇ ગઇ છે, જેના વિશે મને ખબર નથી. તેને જણાવ્યુ કે, શ્વેતા તિવારી ના તેની સાથે વાત કરી રહી છે, ના તેનો કૉલ ઉઠાવી રહી. તેને દરેક રીતે કોશિશ કરી લીધી, તે શૂટિંગ સેટ પર પણ જઇને આવ્યો છે.



અભિનવે કહ્યું- હું તેના સેટ પર ઘણી આશા સાથે ગયો હતો, મને લાગ્યુ કે તે મને ઇગ્નૉર કરી દેશે પરંતુ હુ મારા દીકરાને તો જોઇ શકીશ, મેં રેકોર્ડિંગનો સબૂત રાખવા માટે વીડિયો પણ બનાવ્યો, તેને મને કંઇજ નથી બતાવ્યુ. મારો મેસેજ પણ તેમની પાસે પહોંચાડવામાં આવ્યો પરંતુ તેમને કોઇ જવાબ ના આપ્યો.

ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ શ્વેતા તિવારીએ ગયા વર્ષે પોતાના પતિ અભિનવ કોહલી વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો હતો. તાજેતરમાં જ શ્વેતા તિવારી કોરોના પૉઝિટીવ આવી હતી.