મુંબઇઃ સ્ટારપ્લસના શૉ શ્રી ગણેશમાં ભગવાન ગણેશનુ ભૂમિકા નિભાવનારા એક્ટર જગેશ મુકાતીનુ બુધવારે નિધન થઇ ગયુ છે. શૉના નિર્માતાએ તેમના મૃત્યુ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. લૉકડાઉનમાં શ્રી ગણેશ શૉને રિ-રન કરવામાં આવ્યો હતો.

હિન્દી ટીવી શો અને ફિલ્મોમાં અભિનય કરી ચુકેલા જાગેશ ગુજરાતી થિએટરમાં પણ લોકપ્રિય હતા. જગેશ મુકાતી મૂળ ગુજરાતી એક્ટર હતા.

ટીવી અભિનેતા જાગેશ મુકાતીએ દુનિયાને અલવિદા કહી દીધું છે. 10 જૂને તેમણે છેલ્લા શ્વાસ લીધા. જાગેશ ટીવી શો અમિતા કા અમિત, શ્રી ગણેશની સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. રિપોર્ટ અનુસાર, તે ગત- ત્રણ ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમણે શ્વાસ લેવામાં સમસ્યા થઇ રહી હતી. પરંતુ ઇલાજ દરમિયાન તેમનું નિધન થઇ ગયું. જાગેશ મુકાતીએ બુધવારે બપોરે છેલ્લા શ્વાસ લીધા. જે બાદ તેમના પરિવારજનોએ બુધવારે અંતિમ સંસ્કાર કરી દીધા.



તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અંબિકા રંજનકરે ટીવી અભિનેતા જાગેશ મુકાતીના નિધન પર શોક વ્યક્ત કર્યો અને ઇન્સ્ટાગ્રામ પર એક ઇમોશનલ પોસ્ટ લખી. અંબિકાએ જાગેશની સાથે કામ કરી ચુકેલી છે. અંબિકાએ લખ્યું, દયાળું, સહાયક ભાવનાઓ,. જલદી જતા રહ્યા તમારી આત્માને સદ્દગતિ પ્રાપ્ત થાય. ઓમ શાંતિ… પ્રિય મિત્ર જાગેશ તમે હંમેશા યાદ રહેશો.