મુંબઇઃ KBC 12, કૌન બનેગા કરોડપતિ 12ની સિલેક્શન પ્રૉસેસમાં ગયા વર્ષની સરખામણીમાં મોટી ભાગીદારી દેખાઇ, લૉકડાઉનની વચ્ચે, અમિતાભ બચ્ચન દ્વારા હૉસ્ટ કરવામાં આવેલા આ શૉ માટે ઓડિશનને ડિજીટલ રીતે સોની લિવ એપ પર આયોજિત કરવામાં આવી હતી. આ એપ દ્વારા 3.1 કરોડ લોકોએ ઓડિશન પ્રૉસેસમાં ભાગ લીધો હતો અને આ વર્ષ પાર્ટિસિપેશનમાં 42 ટકાનો વધારો જોવા મળ્યો.


KBC 12 સિઝન માટે સોની લિવ એપ દ્વારા ડિજીટલ ઓડિશન થઇ, આ ઓડિશનમાં 12 હજાર સ્પર્ધકોએ ભાગ લીધો, જે ગયા વર્ષથી ચાર ગણા વધારે રહ્યાં હતા. સોની લિવ, ડિજીટલ બિઝનેસના પ્રોગ્રામિંગ એન્ડ ન્યૂ ઇનિશિએટિવના પ્રમુખ અમોધ પ્રસાદે પોતાના એક નિવેદનમાં કહ્યું- કેબીસી માટે ડિજીટલ ઓડિશન અત્યાર સુધી સૌથી વધુ રહી છે, સોની લિવ એપ યૂઝર જોડાણ અને ડિજીટલ માધ્યમો દ્વારા ત્રણ ગણા વધારે વૃદ્ધિને બતાવે છે.



તેને આગળ કહ્યું- બીજી સ્ક્રિન (ડિજીટલ પ્લેટફોર્મ) પહેલાની સાથે ઇનૉવેટિવ કરતા દર્શકોના એક વ્યાપક ક્રૉસ-સેક્શન સુધી પહોંચવામાં સક્ષમ બનાવ્યુ.

ઉલ્લેખનીય છે કે, KBC 12 માટે 9 મેએ રજિસ્ટ્રેશન શરૂ થયા હતા, અને બે અઠવાડિયા સુધી ચાલ્યા હતા. આ દરમિયાન અમિતાભ બચ્ચન 14 દિવસો સુધી રોજ એક સવાલ પુછતા હતા, રજિસ્ટ્રેશન બાદ ડિજીટલ ઓડિશન થઇ, ઓડિશનમાં જનરલ નૉલેજ ટેસ્ટમાં ભાગ લેનારાઓએ વીડિયો બનાવીને જવાબ આપ્યો હતો.

ફાઇનલ રાઉન્ડ માટે પાર્ટિસિપેન્ટ્સના સ્કૉરને જોવામાં આવશે, અને સૌથી વધુ સ્કૉર કરનારાઓ પર્સનલ ઇન્ટરવ્યૂ માટે ક્વૉલિફાઇ થશે. જોકે, હજુ KBC 12ના લૉન્ચની તારીખની જાહેરાત કરવાની બાકી છે.