આશુતોશ ભાકરે ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ મયુરી દેશમુખનો પતિ હતો. રિપોર્ટ્સ અનુસાર, આશુતોશ ભાકરે છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતો, તે એક મહિના પહેલા મહારાષ્ટ્રના નાંદેડ સ્થિત પોતાના ઘર પરત ફર્યો હતો. પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર આશુતોશ ભાકરેનો મૃતદેહ નાંદેડ સ્થિત તેના બંગલામાં લટકેલી હાલતમાં મળી આવ્યો હતો, હાલ પોલીસ કેસની તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે આશુતોશ ભાકરે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જાણીતો અભિનેતા હતો. તેના મોતના સમાચાર આવતા જ મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. તમામ કલાકારો તેને ભારે હ્રદયે શ્રદ્ધાજલિ આપી રહ્યાં છે. ખાસ વાત છે કે, આશુતોશ ભાકરે ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ મયુરી દેશમુખનો પતિ હતો.
આશુતોશ ભાકરેએ સુશાંતની જેમ જ પોતાના ઘરે ગળાફાંસો ખાઇને કથિત રીતે જીવ ગુમાવી દીધો છે. આશુતોશ ભાકરે અને મયુરી દેશમુખે વર્ષ 2016માં લગ્ન કરી લીધા હતા. બન્ને વચ્ચે સારા સંબંધો હતો, થોડાક દિવસો પહેલાં જ બન્ને ઘરે પહોંચ્યા હતા. પંરતુ આશુતોશ ભાકરે આટલુ મોટુ પગલુ કેમ ભર્યુ તે જાણકારી સામે નથી આવી.