અભિનેતા દિલીપ જોશી -જેઠાલાલે પોતાના ઇન્સ્ટાગ્રામ પહેલી પૉસ્ટામાં માં અને ભાઇની સાથે આનંદની પળો એન્જૉય કરતી તસવીર મુકી, આ તસવીરની સાથે જ જેઠાલાલને પહેલા દિવસે જ ફોલોઅર્સનો ઢગલો થઇ ગયો હતો. જેઠાલાલે પહેલા જ દિવસે એક લાખથી વધુ ફોલોઅર્સ મેળવી લીધા હતા. અભિનેતાના તેના સાથે કલાકાર અંબિકા રાજંકર અને પલક સિઘવાની સાથે ગર્મજોશીથી સ્વાગત કર્યુ.
દિલીપ જોશીના ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કરતાની સાથે સાથે ફેક એકાઉન્ટ્સ પણ દેખાવવા લાગ્યા હતા, જે અભિનેતાના જેવી જ તસવીરો શેર કરી રહ્યાં છે. આ બધા ફેક હેન્ડલ્સ છે. આ વાતને લઇને જેઠાલાલ ખુબ ચિંતિત છે, અને તેમને કેટલાક લોકોને એવુ પણ કહ્યું છે કે આવુ ના કરે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના સંક્રમણના કારણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનુ શૂટિંગ રોકી દેવામાં આવ્યુ હતુ. તાજેતરમાંજ મળેલી ઢીલના કારણે શૉના શૂટિંગને ફરી એકવાર શરૂ કરી દેવામાં આવ્યુ છે. શૉના કાસ્ટ ને ક્રૂએ તાજેતરમાં જ માપદંડોને ધ્યાનમાં રાખીને નવા એપિસૉડ અંગે વિચાર કરી રહ્યાં છે.