મુંબઇઃ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાની બહેન મીરા ચોપડાએ 'બિગ બૉસ 13' પર ભડકી છે અને તેના મેકર્સ પર ગંભીર આરોપો લગાવીને બધાને ચોંકાવી દીધા છે. મીરાએ 'બિગ બૉસ 13'ને લઇને કેટલાય ટ્વીટ કર્યા છે, જે હાલ ચર્ચાનો વિષય બન્યા છે.


મીરા ચોપડાએ 'બિગ બૉસ 13'ના મેકર્સ સિદ્ધાર્થ શુક્લા પર આરોપો લગાવ્યા છે, તેને કહ્યું કે આમાં મેકર્સનું બેવડુ વર્તન છે, બધાએ શૉ જોવાનો બંધ કરી દેવો જોઇએ.



આસિમ રિયાજ અને સિદ્ધાર્થ શુક્લાની વચ્ચે થયેલા ઝઘડાને લઇને પ્રિયંકા ચોપરાની કઝિન તેમન બોલિવુડ અભિનેત્રી મીરા ચોપરાએ મેકર્સ સહિત સલમાન ખાન પર ઘણા આરોપ લગાવ્યા છે. મીરાએ તેને લઇને એક ટ્વિટ કરી છે. અને આ શોને ફિક્સ્ડ જણાવતા તેને ન જોવાની વાત કહી છે.


વિકેન્ડમાં સિદ્ધાર્થ અને આસીમ શુક્લા અને આસિમ રિયાઝની વચ્ચે થયેલા ઝઘડાને લઇને સલમાને આસિમને ફટકાર લગાવી છે. જેને લઇને સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જ્યારે મીરાએ બિગબોસને પક્ષપાત થવાનો આરોપ લગાવતા લખ્યું છે કે મેં બિગબોસ જોવાનું બંધ કરી દીધું છે. કારણકે તેના મેકર્સ પક્ષપાત બતાવતા સિદ્ધાર્થ શુક્લાને હીરો બનાવી દીધો છે. જ્યારે તે સ્પષ્ટ રીતે ખલનાયક છે. આપણે કઇ રીતે તેને જોઇએ જ્યારે આ શો ફિક્સ્ડ છે. તે લોકો સિદ્ધાર્થ શુક્લાને વિનર જાહેર કરી શકે છે. પરંતુ આસિમ અને રશ્મિ દેશાઇ પણ શોના રીઅલ વિજેતા છે.


મીરા ચોપરાએ સના આસિમ અને રશ્મિના ફેન્સને શોને બોયકોટ કરવાની અપીલ કરી છે. તેણે લખ્યું છે કે તેને બોયકોટ કરો જેથી તેની ટીઆરપી નીચે આવી જશે મેકર્સને ખરેખર ખબર પડે કે ફેન્સની વેલ્યુ શુ હોય છે. મીરાએ ઘરના લોકોને એક ખાસ નામ પણ આપ્યું છે મીરાએ આસિમને હોટ અને સ્વીટ, માહિરાને ઇરિટેટિંગ, પારસને શેમલેસ, શેફાલીને ઇવિલ, સિદ્ધાર્થને એન્ગ્રી સાથે ઇગોસ્ટિક પણ કહ્યું છે. જ્યારે આરતીને લોયલ તો રશ્મિને ફેર અને વિશાલ અને સનાને ક્રમશ: ગુડ સોલ અને એન્ટરટેનર કહ્યા છે.