મુંબઇઃ ટીવીની પૉપ્યૂલર એક્ટ્રેસ નુપુર અલંકાર હાલના સમયમાં આર્થિક તંગી સામે ઝઝૂમી રહી છે, તેનો બધો પૈસો પંજાબ અને મહારાષ્ટ્ર કો ઓપરેટિવ બેન્ક ગોટાળામાં બંધ થઇ ગયો છે. તેની મા હૉસ્પીટલમાં ભરતી છે એટલે તેને આર્થિક મદદની જરૂર પડી છે. એક્ટ્રેસના નજીકના મિત્ર અને એક્ટ્રેસ રેણુકા શહાણેએ તેની મદદ માટે લોકોને સોશ્યલ મીડિયા પર અપીલ કરી છે.

રેણુકા શહાણે ફેસબુક પૉસ્ટ કરીને લોકોને મદદ કરવા કહ્યું છે, તેને નુપુરના બેન્કની ડિટેલ શેર કરી છે.

એક ફેસબુક પૉસ્ટમાં રેણુકા શહાણેએ લખ્યું- મારી બહુજ સારી મિત્ર નુપુર અલંકાર આજકાલ આર્થિક તંગીમાં સપડાઇ ગઇ છે. કેમકે કમનસીબીથી તેનો બધો પૈસો પીએમસી બેન્કમાં ફસાઇ ગયો છે, નુપુર પોતાની બિમાર માની દેખરેખ કરી રહી છે. હાલ તે પોતાની એક્ટિંગ અને ઓલ્ટરનેટ થેરેપી દ્વારા પૈસા કમાઇ રહી હતી. તે પણ લૉકડાઉનના કારણે કામ બંધ પડી ગયુ છે. તેની માતાને હૉસ્પીટલમાં દાખલ કરવાની જરૂર છે.



રેણુકા શહાણેએ લખ્યું- હું તેની મમ્મીના એકાઉન્ટની ડિટેલ શેર કરી રહી છું, તમારાથી જે પણ બને તે મદદ કરી શકો છો. મારો વિશ્વાસ કરો જ્યાં સુધી જરૂર નહીં પડે ત્યાં સુધી નુપુર કોઇ પાસે મદદ નહીં માગે, પણ પરિસ્થિતિ એવી છે. ધન્યવાદ.....



રેણુકા શહાણેની આ પૉસ્ટ પર એક્ટ્રેસ નુપુરે આભાર વ્યક્ત કર્યો, અને તેને એન્જલ દોસ્ત ગણાવી. તેને લખ્યું ધન્યવાદ, હું શું ફીલ કરી રહી છુ એ બતાવવા માટે શબ્દ ઓછા પડી રહ્યાં છે. રેણુકા શહાણે તુ ડેડિકેશનની સાથે દરેક મેસેજનો રિપ્લાય કરી રહી છું. એન્જલ દોસ્ત....

નોંધનીય છે કે એક્ટ્રેસ નુપુર અલંકાર દીયા બાતી ઔર હમ સ્વારિગિની અને ઇસ પ્યાર કો ક્યા નામ દુ જેવી સીરિયલમાં કામ કરી ચૂકી છે.