Tunisha Sharma Suicide Case: ટીવી સ્ટાર એક્ટ્રેસ તુનિષા શર્મા (Tunisha Sharma)ની સુસાઇડ કર્યા બાદ તેના કૉ-સ્ટાર શીઝાન ખાન (Sheezan Khan)ની મુશ્કેલીઓ વધતી દેખાઇ રહી છે. આજે શીઝાનની પોલીસ કસ્ટડી ખતમ થઇ રહી છે. આ પહેલા શીઝાનને વસઇ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, વસઇ કોર્ટે આરોપી શીઝાનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. અત્યાર સુધી આ મામલામાં કેટલાય મોટા મોટા ખુલાસા થઇ ચૂક્યા છે, એ વાત પણ સામે આવી છે કે શીઝાન તુનિષા શર્માની મારામારી કરતો હતો.
શીઝાનનો પરિવાર આ મામલામાં હવે બહુજ જલદી જામીન અરજી દાખલ કરશે, આને લઇને કાગળીયા બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે, આજે કોર્ટમાં રજૂ કરતી વખતે સરકારી પક્ષે કહ્યું કે, આરોપી શીઝાન તુનિષા શર્માને ઉર્દૂ શીખવાડી રહ્યો હતો, અને તેને સેટ પર થપ્પડ પણ મારી હતી. પુછપરછ દરમિયાન આ તે પોતાની ઇમેલ આઇડી અને અન્ય પાસવર્ડ નથી બતાવી રહ્યો.
શીઝાનના વકીલે શું કહ્યું ?
આરોપી શીઝાનના વકીલે કહ્યું કે, જ્યારે મોબાઇલ જપ્ત છે, તો કસ્ટડીની કેમ જરૂર પડી, છેલ્લા 7 દિવસથી શીઝાન કસ્ટડીમાં હતો, શીઝાનના વકીલ શરદ રાયે કોર્ટમાં જતા પહેલા એબીપી ન્યૂઝને કહ્યું કે, આજે રિમાન્ડનો વિરોધ કરશે અને આશા છે કે, આજે ન્યાયિક કસ્ટડી મળશે.
તપાસ ટીમને મળ્યો મહત્વનો પુરાવો
તુનિષા શર્માની આત્મહત્યાના દિવસના સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા છે. આ ફૂટેજ પરથી જાણવા મળ્યું છે કે તુનીષા શર્મા અને શીજાન ખાન વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો.
Tunisha Suicide Case: તુનિષા શર્મા આત્મહત્યા કેસનું રહસ્ય ધીરે ધીરે ઉકેલાય રહ્યું છે. તુનીષા આત્મહત્યા કેસના આરોપી શીજાન ખાનની પોલીસ રિમાન્ડ આજે એટલે કે શનિવારે પૂરા થઈ રહ્યા છે. કહેવાય રહ્યું છે કે મુંબઈ પોલીસ ફરીવાર કોર્ટમાં શીજાનની રિમાન્ડ વધારવાની માંગ કરી શકે છે. મળેલ માહિતી મુજબ પોલીસને એક મહત્વનો પુરાવો મળ્યો છે.
પોલીસ તપાસમાં ધીમે ધીમે તુનીષા શર્મા આત્મહત્યા કેસ પરના પડદાઓ ખુલી રહ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આત્મહત્યાના થોડા સમય પહેલા તુનીષા અને શીજાન વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. જોકે, પોલીસ પૂછપરછમાં શું બોલાચાલી થઈ હતી તે અંગે શીજને સાચો જવાબ આપ્યો નથી. તપાસમાં એ વાત પણ સામે આવી છે કે તુનીષા સીરિયલના સેટ પર શીજાન સાથે કામ કરવાને કારણે હેરાન થઇ રહી હતી.
CCTV ફૂટેજ બનશે મહત્વનો પુરાવો!
તુનિષા શર્માની આત્મહત્યાના દિવસના સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજથી જાણવા મળ્યું છે કે આત્મહત્યાના દિવસે તુનીષા શર્મા અને શીજાન ખાન વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. શું ચર્ચા થઈ તે અંગે શીજાનએ પોલીસને સાચો જવાબ આપ્યો નથી. પોલીસ તપાસમાં એક મહત્વની વાત એ પણ સામે આવી છે કે બ્રેકઅપ થઇ ગયું હોવા છતાં તુનિષા માટે શીજાનને ભૂલી જવું સરળ નહોતું.
બ્રેકઅપ પછી પણ થતી હતી શીજાન - તુનીષાની ચેટ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બ્રેકઅપ બાદ પણ તુનીષા દરરોજ શીજાન સાથે ચેટ કરતી હતી. મળતી માહિતી મુજબ, આ દરમિયાન શીજાન તુનીષા સાથે ચિંતાના ભાવથી વાત કરતો હતો. જેના કારણે તુનીષા માટે શીજાનને ભૂલી જવો મુશ્કેલ હતો. આ આત્મહત્યાના કેસના ઘણા પાસાઓ છે, જેની તપાસ પૂર્ણ થઈ નથી. જેના આધારે આજે તપાસ ટીમ ફરીથી શીજાનના રિમાન્ડ વધારવાની માંગણી કરે તેવી શકયતા છે.
તુનીષાની આત્મહત્યા કે પછી હતું મોતનું કાવતરું ?
તુનીષા આત્મહત્યાનો કેસ આ બે મહત્વના પ્રશ્નો વચ્ચે ગૂંચવાય રહ્યો છે. આ પ્રશ્નોના જવાબની શોધમાં પોલીસની તપાસ ટીમે સિરિયલના સેટની સીસીટીવી તસવીરો પોતાના કબજામાં લઈને તપાસ શરૂ કરી, તો તસવીરોએ ઘણું બધું કહી દીધું. તપાસમાં જાણવા મળ્યું છે કે આત્મહત્યા પહેલા તુનીષા શીજાન સાથે તેના મેક-અપ રૂમમાં હતી. પછી શીજાન શૂટિંગ માટે ગયો. જે બાદ તુનિષા તેના મેકઅપ રૂમમાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે તુનીષા પોતાનો મોબાઈલ મેક-અપ રૂમમાં છોડીને ફરીથી શીજાનના મેક-અપ રૂમમાં ગઈ હતી. જ્યાં તુનિષા ફાંસી પર લટકી ગઈ હતી.