Amitabh Bachchan Experience Of working In Ads: કૌન બનેગા કરોડપતિ ગયા રવિવારે 7 ઓગષ્ટથી શરુ થયું છે. હંમેશાની જેમ આ શો ટીવીના ટોપ રેટેડ શોમાં આવી ગયો છે. લોકો પણ અમિતાભ બચ્ચનની હોસ્ટિંગ સ્ટાઈલને ખુબ પસંદ કરે છે અને તેની સીધી અસર શોની ટીઆરપી પર જોવા મળતી હોય છે. વર્ષોતી કૌન બનેગા કરોડપતિ પોતાના વિશ્વસનીય દર્શકોની ઉમ્મીદ પર ખરો ઉતર્યો છે. નવી સીઝનને પણ ખુબ પ્રેમ મળી રહ્યો છે. 


હમણાં જ કૌન બનેગા કરોડપતિની હોટ સીટ ઉપર એક એડ એજન્સીમાં કામ કરતા કોપી રાઈટર સમિત શર્માને બેસવાની તક મળી હતી. આ દરમિયાન અમિતાભ બચ્ચને જાહેરાતોમાં કામ કરવાનો પોતાના અનુભવ શેર કર્યો હતો અને આ દરમિયાન બચ્ચે એ પણ જણાવ્યું કે, કઈ રીતે એડ એજન્સીઓ તેમની સરાહના નથી કરતી. 


બિગ બી બોલ્યા - એડ એજન્સીઓ બિકલુક સરાહના નથી કરતી


જાહેરાતોમાં કામ કરવાના અનુભવ વિશે વાત કરતાં અમિતાભ બચ્ચને કહ્યું કે, "કોઈ ફર્ક નથી પડતો કે તમે કેટલા મોટા એકટર હો કે પછી કેટલું પણ સારું કામ કરતા હોવ. તમે તમારો ટેક આપો છે અને સમગ્ર ફ્લોર શાંત રહે છે. એડ એજન્સીના લોકો કેટલિક મિનિટ માટે બિલકુલ મૌન રહે છે અને કોઈ એક પણ શબ્દ બોલતું નથી. ભગવાન જાણમે તેઓ શું અધ્યન કરે છે અને 15-20 મિનીટ પછી તેઓ નોટિસ કરે છે કે બેકગ્રાઉન્ડમાં પડેલા એક પત્તાની પોઝિશન ખોટી છે. કલાકારનો અનુભવ કોઈ મહત્વ નથી રાખતો, તેઓ ફક્ત સિનમાં આવતી વસ્તુઓને લઈ ચિંતિત હોય છે."


અમિતાભે મજાકિયા અંદાજમાં એ પણ કહ્યું કે, તેમની પાસે એવા લોકોના નામ પણ છે પરંતુ તેઓ ટીવી પર તે નામ ના લઈ શકે. આ વાત પર હોટ સીટ ઉપર બેઠેલા સમિત શર્માએ કહ્યું કે, "તેઓ સેટની બહાર તેમના નામ જણાવે." આમ અમિતાભ બચ્ચને પોતાના અનુભવ વિશે દિલ ખોલીને વાત કરી હતી.


આ પણ વાંચોઃ


Angarak Yog: આ રાશિ માટે 10 ઓગસ્ટ બાદનો સમય છે શુભ, આ ખતરનાક યોગથી મળશે મુક્તિ, ભાગ્યમાં થશે વૃદ્ધિ


School Closed: દેશના આ રાજ્યમાં કોરોનાના કેસ વધતાં ફરી સ્કૂલો થશે બંધ ? જાણો શું કહે છે એક્સપર્ટ