Deepesh Bhan Home Loan Fund: ટીવી શો 'ભાભીજી ઘર પર હૈ!'માં મલખાનની ભૂમિકા ભજવનાર અભિનેતા દીપેશ ભાનનું 23 જુલાઈ 2022ના રોજ અવસાન થયું હતું. દીપેશ ભાનને બ્રેઈન હેમરેજ થયું હતું. તેમના અચાનક નિધન બાદ અભિનેતાના પરિવાર પર આર્થિક સંકટ આવી ગયું છે. આ સાથે જ દિપેશ ભાન પોતાની પાછળ પત્ની અને પુત્રને છોડી ગયા છે. પરિવાર પર લાખોનું દેવું છે, જે પત્નીએ હોમ લોનના રૂપમાં ચૂકવવું પડશે. આવી સ્થિતિમાં દિપેશના કો-સ્ટાર્સ તેના પરિવારની મદદ માટે આગળ આવી રહ્યા છે. હાલમાં જ 'ભાભીજી ઘર પર હૈ'ના સ્ટાર આસિફ શેખ રોહિતાશ ગૌરે દિપેશના ફંડના નામે થઈ રહેલી છેતરપિંડી વિશે માહિતી આપી છે.


દીપેશના નામે ફેક એકાઉન્ટથી પૈસા લેવાયાઃ


વિભૂતિ જી ઉર્ફે આસિફ શેખે ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં દિપેશ ભાનના નામે પૈસા એકઠા કરવા માટે થઈ રહેલી છેતરપિંડીની માહિતી આપી રહ્યો છે. તેની સાથે ભાભીજી શોમાં તિવારી જીનું પાત્ર ભજવનાર અભિનેતા રોહિતાશ ગૌર પણ છે. બંને કલાકારો લોકોને અપીલ કરી રહ્યા છે કે તેઓ દિપેશના નામે ચાલતા ફેક એકાઉન્ટમાં મદદ ન મોકલે.


દિપેશના પરિવાર પર 50 લાખનું દેવુંઃ


વીડિયોમાં આસિફ શેખ કહી રહ્યા છે કે, દિપેશના પરિવાર પર 50 લાખનું દેવું છે. અમે તેમના પરિવારને મદદ કરવા માટે ફંડ એકત્ર કરવાની ઝુંબેશ શરૂ કરી છે. રોહિતાશ ગૌર કહે છે કે, આ સમય દરમિયાન કેટલાક લોકોએ દિપેશના નામે નકલી એકાઉન્ટ બનાવ્યા એ દુઃખદ છે. મદદના તમામ પૈસા તેમને જ જાય છે. તેથી આ છેતરપિંડીમાં ફસાશો નહીં. આસિફે તેના ઇન્સ્ટા વીડિયોના કેપ્શનમાં દિપેશના ભાનના નામ પરથી કેટ્ટો વેબસાઇટની લિંક પણ બહાર પાડી છે. આ લિંક પર ચાહકોને દિપેશના પરિવાર માટે મદદ મોકલવાની અપીલ કરવામાં આવી છે.