Asit Kumarr Modi On Kajal Pisal: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે, ક્યારેક શોમાં નવા કલાકારોની એન્ટ્રીને લઈને તો ક્યારેક કલાકારોના શો છોડી દેવાના લઈને. એતો આપણે જાણીએ જ છીએ કે, દરેક વયજૂથના લોકો આ શોને જોવાનું પસંદ કરે છે. ક્યાંક આ જ કારણ છે કે આજે પણ લોકો દયાબેનના પરત આવવાની રાહ જોઈ રહ્યા છે. દિશા વાકાણી પહેલા શોમાં દયાબેનના રોલમાં જોવા મળી હતી, પરંતુ તેણે ઘણા સમય પહેલા આ શોને અલવિદા કહી દીધું હતું. દિશા વાકાણીની વિદાય બાદથી દયાબેનના પરત ફરવાના સમાચાર આવતા રહે છે, આવી સ્થિતિમાં નવી અભિનેત્રીઓના નામ પણ સામે આવતા રહે છે.

Continues below advertisement

હવે આ દિવસોમાં અભિનેત્રી કાજલ પિસાલનું નામ સામે આવી રહ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે તે નવી દયાબેન બનીને તારક મહેતામાં એન્ટ્રી કરવા જઈ રહી છે. હવે આ સમગ્ર મામલે શોના નિર્માતા અસિત મોદીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. આ સાથે અસિત મોદીએ એ પણ જણાવ્યું કે દયાબેન ક્યારે અને કેવી રીતે પરત ફરશે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન આ અંગે વાત કરતા અસિત મોદીએ કહ્યું કે આ સમાચારમાં કોઈ સત્યતા નથી. અસિતે વધુમાં કહ્યું કે મને ખબર નથી કે આવા સમાચાર ક્યાંથી આવે છે અને કોણ આવી અફવાઓ ફેલાવે છે.

કાજલ પિસાલ વિશે અસિત મોદીનું નિવેદન

Continues below advertisement

મને એ પણ ખબર નથી કે આ કાજલ પિસલ કોણ છે. અસિત મોદીએ તો ત્યાં સુધી કહ્યું કે તેઓ ક્યારેય કાજલ પિસાલને મળ્યા પણ નથી. આ પહેલા પણ દયાબેનના પાત્ર માટે ઘણી અભિનેત્રીઓના નામ સામે આવ્યા છે, જેની મને ખબર પણ નથી. દયાબેનના કાસ્ટિંગ વિશે વાત કરતા આસિતે કહ્યું કે હજુ સુધી કંઈ ફાઈનલ થયું નથી. તેમણે કહ્યું કે ઓડિશન ચાલુ છે, પરંતુ અમે કોઈને ફાઈનલ કરી નથી. જ્યારે દયા કાસ્ટિંગમાં જશે, ત્યારે દરેકને કંઈક ખબર પડશે.

આ પણ વાંચોઃ

Har Ghar Tiranga: અમિત શાહે દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને ફરકાવ્યો તિરંગો, લોકોને કરી આ અપીલ

Independence Day 2022: પાણીનો બગાડ અટકાવવા અભિયાન ચલાવી રહી છે આ યુવતી, લોકોને કરે છે જાગૃત

India Corona Cases Today:  દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 15,815 નવા કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.36 ટકા

IND vs ZIM ODI Series: ઝિમ્બાબ્વે રવાના થઈ ટીમ ઈન્ડિયા, BCCI એ શેર કરી તસવીરો

MS ધોનીએ બદલી ઈન્સ્ટા DP, લખી આ વાત