મુંબઇઃ બીએમસીના ટ્વીટર હેન્ડલ પરથી આજે એક ટ્વીટ થયુ છે. જેમાં બતાવવામાં આવ્યુ છે કે એક બૉલીવુડ એક્ટ્રેસ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. ટ્વીટ અનુસાર આ એક્ટ્રેસ પર આરોપ છે કે કોરોના સંક્રમિત હોવા છતાં તે નિયમોનુ ઉલ્લંઘન કરીને બહાર ફરી રહી છે. ટ્વીટમાં બીએમસીએ એક્ટ્રેસના નામનો ખુલાસો નથી કર્યો. 


બીએમસીઆના અધિકારી પહોંચ્યા એક્ટ્રેસના ઘરે.....
વળી, બૉલીવુડ સુત્રો અનુસાર આ એફઆઇઆર ગૌહર ખાન વિરુદ્ધ નોંધાઇ છે. બતાવવામાં આવી રહ્યું છે કે ગૌહર ખાન પર આરોપ છે કે તે કોરોનાથી સંક્રમિત છે, અને નિયમોનુ પાલન ના કરતા ફિલ્મનુ શૂટિંગ કરી રહી છે. બતાવવામાં આવી રહ્યું છે કે બીએમસીના અધિકારી ગૌહર ખાનના ઘરે ચેક કરવા પહોંચ્યા તો ત્યાં તે ના મળી. એક્ટ્રેસ કેસ દાખલ થયા બાદ પોતાના ઘરેથી ગાયબ થઇ ગઇ હતી. 


વળી, એબીપી ન્યૂઝે જ્યારે તેનો સંપર્ક કરવાની કોશિશ કરી તો તેની તરફથી કોઇ જવાબ ના મળ્યો, સાથે તેમની ટીમે પણ કોઇપણ પ્રકારની કોઇ પ્રતિક્રિયા ના હતી આપી. બીએમસીએ આ ટ્વીટમાં એફઆઇઆરની કૉપી પણ શેર કરી છે, પરંતુ આમા નામને બ્લર કરવામાં આવ્યુ છે. માની શકાય કે બીએમસી નામનો ખુલાસો નથી કરવા માંગતી.


વળી, મુંબઇ પોલીસની પ્રવક્તા એસ ચૈતન્યે એબીપી ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું- ગૌહર ખાન વિરુદ્ધ ઓશિવાર પોલીસ સ્ટેશનમાં કલમ 188, 259, 270 આઇપીસી, 51બી અંતર્ગત એફઆઇઆર નોંધવામાં આવી છે. તેમને કહ્યું- ગૌહર ખાન કોરોના સંક્રમિત નીકળી છે, અને તેને નિયમોનુ ઉલ્લંઘન કરતા ઘરે ના રહીને બહાર ફિલ્મનુ શૂટિંગ કરી રહી છે.