નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે ટીવી ઇન્ડસ્ટ્રીનું કામ પણ ઠપ્પ થઇ ગયું છે. 19 માર્ચથી 31 માર્ચ સુધી કોઇ પણ પ્રકારના શૂટિંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એવામા બેકઅપ એપિસોડની અછતના કારણે દર્શકોને કેટલાક શોના રિપીટ ટેલિકાસ્ટ જોવા પડી શકે છે.


તારક મહેતાના પ્રોડ્યૂસર અસિત મોદી કોરોના વાયરસના ડર છતાં શૂટિંગ કરવા માંગતા હતા પરંતુ બીએમસીએ મેકર્સને રોક્યા હતા અને 17 માર્ચના રોજ તારક મહેતાનું શૂટિંગ રોકી દીધું છે. બીએમસીએ કપિલ શર્મા શોના શૂટિંગને રોકી દીધું હતું.બીએમસીએ ફિલ્મ સિટીમાં પુરી રીતે શૂટિંગ પર પ્રતિબંધ લગાવ્યો છે. સ્વયંવર શો મુજસે શાદી કરોગેનું શૂટિંગ પણ રોકી દેવામાં આવ્યુ છે. પારસ છાબડા અને શહનાઝ  ગિલના સ્પર્ધકો સાથે શોમાંથી બહાર આવી ગયો છે.

એકતા કપૂરના બાલાજી ટેલીફિલ્મ્સમાં તમામ કામકાજને બંધ કરી દેવામાં આવ્યું છે. કોરોનાના ડર બાદ એકતા કપૂરે આ નિર્ણય લીધો છે. આ બેનર હેઠળ અનેક શો પ્રોડ્યૂસ થાય છે. એ તમામનું શૂટિંગ રોકી દેવામાં આવ્યુ છે.