નવી દિલ્હીઃ ટીવી સીરીયલ એ રિશ્તા ક્યા કહલાતાની હીરોઇને મોહિના કુમારી થોડાક દિવસો પહેલા જ કોરોના પૉઝિટીવી નીકળી હતી. એક્ટ્રેસ તેના પતિ સુયશ રાવત, તેના સસરા અને ઉત્તરાખંડના પર્યટન મંત્રી સતપાલ મહારાજ અને તેની સાસુ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. આ પછી બધાને ઋષિકેશની હૉસ્પીટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. પણ હવે આ બધા ઘરે પરત આવી ગયા છે, જોકે તેમનો રિપોર્ટ હજુ પણ પૉઝિટીવ છે.

એક્ટ્રેસે કોરોના પૉઝિટીવ હોવા છતાં ઘરે પરત આવવા પાછળનુ કારણ જણાવ્યુ છે, મોહિના કુમારીએ ઇન્સ્ટા પર સ્ટૉરી લખી- હાય મિત્રો, હું ઘર પરત આવી ગઇ છું.... પણ હજુ પણ અમે કૉવિડ-19 પૉઝિટીવ છીએ. અમે પુરેપુરા આઇસૉલેશનમાં છીએ. અમને નથી ખબર કે કોરોના નેગેટિવ રિપોર્ટ આવવામાં કેટલો સમય લાગશે.



તેને આગળ લખ્યું- અમે 10 દિવસ માટે હૉસ્પીટલમાં હતા અને મારા શરીરમાં કદાચ પાંચ દિવસ પહેલા જ વાયરસ હતો. એટલે આશા છે કે થોડાક દિવસો બાદ અમે વાયરસને માત આપી દેશુ. પણ ત્યા સુધી અમારા એકદમ કડક નિયમોનુ પાલન કરવાનુ છે, અમે બધા સારુ ફિલ કરી રહ્યાં છીએ. સપોર્ટ કરવા માટે એકવાર ફરીથી બધાનો આભાર....

ઉલ્લેખનીય છે કે આ પહેલા એક્ટ્રેસે સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તે હૉસ્પીટલમાં કેવી રીતે સમય વિતાવી રહી છે, હૉસ્પીટલમાં કેવુ ફીલ કરી રહી છે તેનો અનુભવ શેર કર્યો હતો. એક્ટ્રેસે આ વીડિયોમાં તેને હૉસ્પીટલમાં થઇ રહેલી સારવારની પ્રૉસેસ અને તે પોતાનો સમય કેવી રીતે વિતાવી રહી છે, તે વ્યક્ત કરી રહી હતી, આ બધુ તે રડતા રડતા કહ્યું હતુ.