Tejasswi-Karan Photos: કરણ અને તેજસ્વીની લવ સ્ટૉરીની શરૂઆત બિગ બૉસ 15 થી થઇ હતી, શૉ દરમિયાન બન્ને ખુબ લડતાં પણ હતા. ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા નાના પડદાના સૌથી ચર્ચિત અને લવિંગ કપલમાંના એક છે. બન્નેની લવી-ડવી તસવીરો અવાર નવાર સોશ્યલ મીડિયા પર વાયરલ થતી રહે છે. 


કરણે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શરે કરી છે, જેમાં તેજસ્વી તેને પરેશાન કરતી દેખાઇ રહી છે. તસવીરો શેર કરતા એક્ટર કરણ કુન્દ્રાએ મજેદાર કેપ્શન લખ્યુ છે- એક્ટરે લખ્યુ- મારો વિશ્વાસ કરો આમા મને ધમકાવ્યો હતો, ત્રીજી તસવીરોમાં હું પૉઝ નથી આપી રહ્યો પરંતુ પોતાના જીવના જોખમે ડરી રહ્યો હતો. આમ તો કરણ અને તેજસ્વીની રોમાન્ટિક તસવીરો વાયરલ થઇ જાય છે. બન્ને જ્યાં જાય છે, ત્યાંથી તેમની કોજી તસવીરો સામે આવે છે. કલર્સના સુપરહિટ શો નાગિન 6માં મુખ્ય પાત્ર ભજવનારી તેજસ્વી આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ફોટામાં તેજસ્વીએ કિલર પોઝ આપ્યા હતા.






કરણ અને તેજસ્વીની લવ સ્ટૉરીની શરૂઆત બિગ બૉસ 15 થી થઇ હતી. જોકે, આ દરમિયાન બન્ને ખુબ ઝઘડા પણ થયા હતા. હવે ફેન્સને કરણ અને તેજસ્વીના લગ્નનો ઇન્તજાર છે, ફેન્ બહુજ જલદી તેજસ્વીને કરણની દુલ્હાન બનતી જોવા માંગે છે. 






બિગ બોસ જીત્યા બાદથી તેજસ્વીને જબરદસ્ત લોકપ્રિયતા મળી છે. તેના ફેશન સ્ટેટમેન્ટમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. બિગ બોસ સીઝન 15માં તેજસ્વીએ બધાનું દિલ જીતી લીધું હતું. તે વિજેતા તરીકે શોમાંથી બહાર આવી હતી.