મુંબઇ : હિન્દી ફિલ્મોમાં આઈટમ ગર્લ તરીકે ધૂમ મચાવી રહેલી નોરા ફતેહીએ જાહેરમાં ટીવી ચેનલના શોમાં પોતાના કહેવાતા પ્રેમીને કિસ કરીને ચકચાર મચાવી દીધી છે. લોકપ્રિય કોમેડી શો 'ધ કપિલ શર્મા'માં પોતાના નવા ગીતના પ્રમોશન માટે જાણીતા પંજાબી અને બોલીવુડ ગાયક ગુરુ રંધાવા અને નોરા ફતેહી આવ્યાં હતાં. આ શોમાં નોરા ફતેહીએ તેના કહેવાતા પ્રેમી ગુરૂ રંધાવાને કિસ કરી દેતાં ચકચાર મચી છે. નોરા ફતેહીએ આ કિસ દ્વારા પોતાના અને ગુરૂ રંધાવ વચ્ચેના અફેરનો એકરાર કર્યો હોવાનું મનાય છે.
લોકપ્રિય કોમેડી શો 'ધ કપિલ શર્મા'માં આ શોના હૉસ્ટ કપિલ શર્માએ નોરા ફતેહીની મજાક ઉડાવતાં ગુરૂ રંધાવાને પૂછ્યું હતું કે, એક વિડિયોમાં તેણે નોરાને 'રોબો 'બનાવી અને બીજામાં 'જલપરી' બનાવી છે પણ સાચું કહો કે તમે નોરાને મનથી શું બનાવવા માગો છો અને ક્યા રૂપમાં જોવા માંગો છો ?
જો કે ગુરુએ તેની વાત ઉડાવી દેતાં કહ્યું હતું કે, આ સવાલનો જવાબ તે બીજી વખત આ શોમાં આવશે ત્યારે આપશે. કપિલ શર્માએ જ્યારે નોરાને પૂછ્યું કે ગુરુએ તેના પહેલા વિડિયો 'નાચ મેરી રાની' પછી તારા ડાન્સમાં સુધારો કર્યો છે.
આ સવાલના જવાબમાં નોરાએ કહ્યું હતું કે જો તે મારી સાથે ન હોય તો હું આટલું સરસ ન નાચું. નોરાની આ કોમેન્ટ સામે બંને વચ્ચે નોંકજોક ચાલતી હતી ત્યારે ગુરૂ રંધાવાએ ફરિયાદના સૂરમાં કહ્યું હતું કે, નોરા મતલબી છે. આ ફરિયાદના જવાબમાં નોરાએ તેને ખુલ્લેઆમ કિસ કરી લીધી હતી.
છેલ્લા કેટલાક સમયથી નોરા અને ગુરુ વચ્ચેના પ્રેમ સંબંધો ચર્ચાઇ રહ્યાં છે. તેઓ સમુદ્ર કિનારે એકસાથે જોવા મળ્યાં ત્યાર પછી બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની વાતો વહેતી થઇ હતી. આ શોમાં નોરાએ ગુરુને કિસ કરીને લોકોની અટકળોને વાસ્તવિક ગણાવી હોય એમ જણાઇ રહ્યું છે.
---
આ પણ વાંચો..........
CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી
IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ
વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા
UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા