Dayaben Returned In Taarak Mehta Ka Ooltah Chashmah Show: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોને ટીવીની દુનિયાનો સૌથી વધુ પસંદ કરાયેલો શો માનવામાં આવે છે. છેલ્લા ઘણા દિવસોથી આ શો હેડલાઈનમાં ચમકી રહ્યો છે. હમણાં જ શૈલેષ લોઢા એટલે કે 'તારક મેહતા'એ આ શો છોડ્યો હતો જેનાથી બધા ચોંકી ગયા હતા. હવે શોમાં નવા-નવા કેરેક્ટર્સની એન્ટ્રી થવાની છે જેને લઈને દર્શકો ઘણા ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. જો કે, પ્રોડ્યુસર અસિત મોદી ઘણા પ્રયત્ન કરી રહ્યા છે કે, શોમાં જૂના કલાકારો પરત આવી જાય. જો કે, અત્યાર સુધી કોઈ સકારાત્મક પરિણામ જોવા નથી મળ્યું. આ શોના ખુબ જ જાણીતા પાત્ર દયાબેનને (Dayaben) લઈને હાલ રિપોર્ટ્સ મળી રહ્યા છે કે તે શોમાં પરત આવે છે.


હવે પ્રોડ્યુસરે ખુદ દયાબેનની એન્ટ્રી અંગે પુષ્ટી કરી છે અને વચન પુરું કરવા માટે બિલકુલ તૈયાર છે. હમણાં જ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોનો નવો પ્રોમો જાહેર કરવામાં આવ્યો છે જેમાં દયાબેન પરત ફરી રહ્યા હોવાની જાહેરાત કરી દેવાઈ છે. પ્રોમોમાં દયાબેનના પગ બતાવવામાં આવ્યા છે. સાથે જ સુંદરનો અવાજ પણ આવે છે કે બહેના જરુર આવશે. તો બીજા સીનમાં જેઠાલાલને ફોન ઉપર સુંદર સાથે વાત કરતાં બતાવામાં આવ્યો છે. જ્યાં દયાબેનનો ભાઈ સુંદર જેઠાલાલને કહી રહ્યો છે કે, તે પોતાની બહેનને ખુદ લઈને આવશે.


જેઠાલાલ સુંદરની આ વાત સાંભળીને ખુબ જ ખુશ થઈ જાય છે. હવે શોમાં દયાબેન તરીકે કોની એન્ટ્રી થશે એ વાતની પુષ્ટિ નથી કરાઈ. દિશા વાકાણીની વાત કરીએ તો, તેમણે હાલમાં જ એક બાળકને જન્મ આપ્યો છે. એવામાં તેમનું શોમાં પરત ફરવું મુશ્કેલ છે. જો કે, થોડા દિવસો પહેલાં એવા સમાચાર પણ આવ્યા હતા કે શો માટે ઓડિશન પણ ચાલી રહ્યા છે.