Dilip Joshi On Weight Loss : ટીવી ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર દિલીપ જોશીએ જેઠાલાલના પાત્રથી લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. તે છેલ્લા ઘણા સમયથી તેમના શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દ્વારા તેમના ચાહકોનું મનોરંજન કરી રહ્યાં છે. આ શો પહેલા દિલીપ જોશી પણ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. પરંતુ તેમને ઘર ઘરમાં જાણીતા તો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ જ બનાવ્યા છે. હવે અભિનેતાએ એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે કે, તેમણે રાતો રાત કેવી રીતે એક જ મૂવીમાં પોતાના રોલ માટે વજન ઘટાડ્યુ હતું. 


ફિલ્મમાં રોલ માટે વજન ઓછું કરવું પડ્યું હતું


Mashable India સાથેના એક ઈન્ટરવ્યુ દરમિયાન દિલીપ જોશીએ કહ્યું હતું કે, મેં એક ગુજરાતી ફિલ્મ કરી હતી. તેનું શીર્ષક 'હું હુંશી હુંશીલાલ' હતું. તે એક ફેસ્ટિવલ ટાઇપની ફિલ્મ હતી, જેમાં 35-36 ગીતો હતા. તે રાજકીય વ્યંગ્ય પ્રકારની ફિલ્મ હતી. ફિલ્મના રોલ માટે મારે મારું વજન ઘટાડવું પડ્યું હતું.


આ રીતે દિલીપ જોશીએ પોતાનું વજન ઘટાડ્યું


દિલીપ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, તે સમયે હું નોકરી કરતો હતો અને ફિલ્મમાં તેમના રોલની તૈયારી પણ કરતો હતો. તેમણે આગળ ઉમેર્યું હતું કે, તે દિવસોમાં હું મારું સ્કૂટર પાર્ક કરતો હતો અને પછી સ્વિમિંગ ક્લબમાં કપડાં બદલ્યા બાદ હું વરસાદમાં મરીન ડ્રાઇવ પરની ઓબેરોય હોટેલ સુધી આખો રસ્તો જોગિંગ કરતો હતો અને ચાલતા ચાલતા જ પાછો જતો હતો. તેમાં 45 મિનિટનો સમય લાગતો હતો. આ રીતે મેં દોઢ મહિનામાં જ મારું 16 કિલો વજન ઘટાડ્યું હતું. અભિનેતાએ વધુમાં કહ્યું હતું કે, હળવો વરસાદ પડી રહ્યો હતો,  સૂર્યાસ્ત થઈ રહ્યો હોય અને સુંદર વાદળો, ખૂબ જ અદભુત હતો એ સમય.


દિલીપ જોષી ટ્રાવેલ એજન્સીમાં કરતા હતા કામ 


દિલીપ જોશીએ એ પણ જણાવ્યું હતું કે, એક્ટર બનતા પહેલા પાંચ વર્ષ સુધી ટ્રાવેલ એજન્સીમાં કામ કર્યું હતું. આ કામ તેમણે વર્ષ 1985 થી 1990 દરમિયાન કર્યું હતું. જાહેર છે કે, 'હું હુંશી હુંશીલાલ' એક ગુજરાતી રાજકીય વ્યંગ્ય ફિલ્મ હતી. આ ફિલ્મમાં દિલીપ જોશી ઉપરાંત રેણુકા શહાણે, મનોજ જોશી અને મોહન ગોખલે જેવા સ્ટાર્સે કામ કર્યું હતું.