મુંબઇઃ ટીવીનો સૌથી પૉપ્યૂલર શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને લઇને છેલ્લા કેટલાય મહિનાઓથી ચર્ચા ચાલી રહી છે કે દયા ભાભી ઉર્ફે દિશા વાકાણી વાપસી કરી રહ્યાં છે. પરંતુ તેના અંગે જુદાજુદા રિપોર્ટ છે. કેટલાકમાં ફીને લઇને કહેવાઇ રહ્યું છે તો કેટલાકમાં અન્ય એક્ટ્રેસની દયા ભાભીનો રૉલ કરવા માટે શોધળોળ ચાલી રહી છે.


ગોઠવાયુ દિશા વાકાણીની વાપસીનો જબરદસ્ત પ્લાનિંગ.....
તાજેતરમાં જ એક એપિસૉડમાં બતાવવામાં આવ્યુ હતુ તેના પરથી લાગી રહ્યું છે કે દિશા વાકાણીની વાપસી થઇ શકે છે. મેકર્સ પણ શૉમાં દિશાની વાપસી અંગે વિચાર કરી રહ્યાં છે.

એક એપિસૉડ પ્રમાણે, સુંદર પોતાના મિત્રોને જેઠાલાલને ઘરે લઇને આવે છે, બાબુજી, જેઠાલાલ અને ટપ્પુને દયાબેનની યાદ આવે છે, સુંદર આ દરમિયાન દયાનો એક લેટર આપે છે, જે દયાએ મોકલાવ્યો છે. જેઠાલાલ આ લેટર વાંચવાનુ શરૂ કરે છે, જેમાં દયાની વાપસી અંગે બતાવવામા આવ્યુ છે. આમાં દયાની ઝલક બતાવવામાં આવી છે, અને જેઠાલાલ અને ટપ્પુ સહિતના લોકો ભાવુક થઇ જાય છે. આ રીતે મેકર્સે પણ દયા બેનની વાપસી અંગે પ્લાનિંગ ગોઠવી લીધુ હોય એમ લાગી રહ્યું છે.



જોકે, દિશાની આ હાજરી માત્ર થોડાક સમય માટેની જ છે. વળી કેટલાક લોકોનુ માનવુ છે કે દિશાએ સીરિયલ માટે શૂટિંગ શરૂ કરી દીધુ છે. જોકે હવે સત્ય મેકર્સ જ જાણે છે. અગાઉ પણ નવરાત્રી એક એપિસૉડમાં દયાની વાપસીને જબરદસ્ત સ્નિપેટ્સ દ્વારા દર્શાવવામાં આવી હતી.



છેલ્લા કેટલાય એપિસૉડમાં દયાનો વારંવાર ઉલ્લેખ થયો છે, અને સુંદરે જેઠાલાલને વાયદો કર્યો છે કે તે બહેન દયાને બહુ જલ્દી પાછી લાવશે. હવે ફેન્સ પણ આશા રાખી રહ્યાં છે કે દિશા વાસ્તવમાં શૉમાં આવશે.