Splitsvilla 14 Hiba Trabelssi on Human Trafficking: માનવ તસ્કરી સમગ્ર વિશ્વમાં એક મોટી સમસ્યા છે. ડેટિંગ આધારિત રિયાલિટી શો 'સ્પ્લિટ્સવિલા 14'માં જોવા મળેલી હિબા ટ્રેબેલ્સી પણ આનો શિકાર બની છે. તાજેતરમાં હિબાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે જ્યારે તે ભારત આવી ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્રણ દિવસ સુધી ભોજન વિના તેને એક રૂમમાં બંધ કરી દેવામાં આવી હતી. જો કે તેણીએ હાર ન માની અને આ મુશ્કેલીમાંથી બહાર આવી. 


હિબા 'માનવ તસ્કરી'નો શિકાર બની 


હિબાએ વાતચીતમાં તેની આ ભયંકર જર્ની વિશે જણાવ્યું હતું. હિબાએ શેર કર્યું કે જ્યારે તે ટ્યુનિશિયાથી ભારતમાં મોડલ બનવાનું સપનું લઈને આવી હતી. ત્યારે તેની સાથે એવી ઘટના બની જે તે ક્યારેય ભૂલી નહી શકે. હિબા કહે છે કે તેણીએ એક વ્યક્તિ પર વિશ્વાસ કર્યો જેણે તેણીને 'માનવ તસ્કરી'માં ધકેલી દીધી હતી.






હિબા માનવ તસ્કરીનો શિકાર બની હતી


હિબાએ કહ્યું, “જ્યારે હું મોડલિંગ ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવા માટે ભારત આવી ત્યારે મારી સાથે છેતરપિંડી થઈ. હું આનાથી સંપૂર્ણપણે ભાંગી પડી હતી. મને ખ્યાલ નહોતો કે હું માનવ તસ્કરીનો શિકાર બની ગઇ છું. આ મારા જીવનની સૌથી ડરામણી ઘટના હતી. જેના પર મેં સૌથી વધુ ભરોસો કર્યો તેણે મારો ભરોસો તોડ્યો અને આ વાતે મને હચમચાવી દીધી. તે ખૂબ જ જટિલ હતી. મારી સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું. મારું અપહરણ કરીને ત્રણ દિવસ સુધી ખોરાક અને પાણી વિના રૂમમાં બંધ કરી દેવામાં આવી હતી.


શારીરિક અને માનસિક અસરો


હિબાએ જણાવ્યું કે આ ઘટના બાદ તે કેવી રીતે તેમાંથી બહાર આવી. હિબાએ કહ્યું, “મેં હાર ન માની અને આ દુઃસ્વપ્નમાંથી માંડ માંડ બહાર આવી. હું આ અનુભવથી ડરી ગઇ હતી. જો કે આ ઘટના બાદ હું ખૂબ જ મજબૂત બની ગઈ. આ ઘટનાએ મને શારીરિક અને માનસિક રીતે ખૂબ જ ખરાબ અસર કરી. મારા જીવનના સારા દિવસોનો ભાગ બનવા માટે હું સ્પ્લિટ્સવિલા સીઝન 4ની આભારી છું. અહીંથી હવે માત્ર ઊંચે જવાનું છે. તમને જણાવી દઈએ કે તેણે શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી છે.