Shweta Tiwari Photos: શ્વેતા તિવારીનો ટીવી શૉ 'મેં હૂં અપરાજિતા' આજકાલ દર્શકોને ખુબ પસંદ આવી રહ્યો છે, વળી, એક્ટ્રેસનો સોશ્યલ મીડિયા પર જલવો બરકરાર છે. બ્લેક શૉર્ટ ડ્રેસમાં તેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. શ્વેતા તિવારી (Shweta Tiwari) 40 પાર કરી ચૂકી છે, જોકે, તેને જોઇને કોઇપણ તેની ઉંમરના અંદાજો નથી લગાવી શકતુ. લેટેસ્ટ તસવીરોમાં તેનો કિલર લૂક જોવા મળી રહ્યો છે, જે તમારા હોશ ઉડાવી દેશે.
આ તસવીરોમાં શ્વેતા તિવારી બ્લેક શૉર્ટ ડ્રેસમાં કેર વર્તાવી રહી છે, તેનો આ ગજબનો લૂક ફેન્સને દિવાની બનાવી રહ્યો છે. શ્વેતા તિવારી સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે, અને ઇન્સ્ટાગ્રામ પર હલચલ મચાવતી રહે છે. આજકાલ તેનો ટીવી શૉ 'મૈં હૂં અપરાજિતા' ખુબ ચર્ચામાં છે. તેમાં તે સિંગલ મધરની ભૂમિકા ખુબ સારી રીતે નિભાવી રહી છે.
'આને વાલા પલ' ટીવી શૉથી શ્વેતા તિવારીએ પોતાના અભિનય કેરિયરની શરૂઆત કરી હતી. વળી, 'કસૌટી જિંદગી કે' શૉથી તેને ઘરે ઘરે ઓળખ મળી. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો અપલોડ કરે છે ત્યારે તે ઝડપથી વાયરલ થઈ જાય છે.
એક્ટ્રેસ દિવસેને દિવસે યુવાન થઈ રહી છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને અભિનેત્રીની ઈન્સ્ટાગ્રામ પર પણ જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. એક્ટ્રેસ શ્વેતા તિવારી બિગ બૉસ સિઝન 4ની વિજેતા રહી છે, આ ઉપરાંત તેને તમામ ટીવી શૉ, ભોજપુરી અને બૉલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. 'મદહોશી' ફિલ્મથી શ્વેતા તિવારીએ બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ, જોકે આ ઇન્ડસ્ટ્રીમાં તેને ખાસ ઓળખ ના મળી શકી.
ઉલ્લેખનીય છે કે, શ્વેતા તિવારીએ જાણીતી ટીવી સીરિયલ 'કસૌટી જિંદગી કી' થી ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. 'કસૌટી જિંદગી કી' સીરિયલથી શ્વેતા તિવારીને ઘરે ઘરે લોકપ્રિયતા મળી હતી. 42 વર્ષીય એક્ટ્રેસ શ્વેતા હાલમાં બે દીકરીઓના માં છે, શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી હવે બૉલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. પલક તિવારી સલમાન ખાની ફિલ્મ 'કિસી કા ભાઇ કિસી કી જાન'માં દેખાશે.