બૉલીવુડની કઇ એક્ટ્રેસે બિગબૉસમાં આવવા 3 કરોડની ઓફર મળવા છતાં આવવાની ના પાડી દીધી, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Aug 2020 10:10 AM (IST)
ટીવીનો સૌથી પૉપ્યુલર અને કૉન્ટ્રૉવર્શિયલ શૉ બિગ બૉસ 2020, 27 સપ્ટેમ્બરે ઓન એર થઇ શકે છે. જોકે, હજુ સુધી આની ઓફિશિયલ પુષ્ટિ નથી થઇ
નવી દિલ્હીઃ બિગ બૉસ 14ની હવે બહુ જલ્દી એક નવા અંદાજમાં દર્શકો જોઇ શકશે. કોરોના કાળમાં કલર્સ ટીવીનો આ શૉ પોતાના નવા ફોર્મેટના કારણે સોશ્યલ મીડિયામાં હાલ ખુબ ચર્ચામાં છે. સોશ્યલ મીડિયા પર આ શૉ ટ્રેન્ડ થઇ રહ્યો છે. તાજેતરમાં જ રિલીઝ થયેલો સલમાન ખાનનો પ્રૉમો સોશ્યલ મીડિયા પર ખુબ શેર કરવામાં આવી રહ્યો હતો. હવે બિગ બૉસ 14ને લઇને એક ખાસ ખબર સામે આવી છે. ટીવીનો સૌથી પૉપ્યુલર અને કૉન્ટ્રૉવર્શિયલ શૉ બિગ બૉસ 2020, 27 સપ્ટેમ્બરે ઓન એર થઇ શકે છે. જોકે, હજુ સુધી આની ઓફિશિયલ પુષ્ટિ નથી થઇ. પરંતુ સુત્રો તરફથી રિપોર્ટ છે કે બેહદની હૉટ એક્ટ્રેસ જેનિફર વિન્ગેટને આ શૉ માટે એપ્રૉચ કરવામાં આવી હતી, પણ જેનિફરે આ શૉ કરવાના ચોખ્ખી ના પાડી દીધી છે. જેનિફરને બિગ બૉસ 14નો ભાગ બનાવવા મેકર્સે તેને ભારે ભરખમ રકમ ઓફર કરી હતી. રિપોર્ટ્સનુ માનીએ તો આ માટે જેનિફરને લગભગ 3 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. છતાં પણ જેનિફરે આ શૉ કરવાની ના પાડી દીધી. સલમાન ખાન બિગ બૉસ 14ની આ સિઝનને લઇને ખુબ એક્સાઇટેડ છે. વળી, તાજેતરમાંજ સલમાન ખાનનો એક પ્રૉમો રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં સ્વેગસે કરેંગે સબકા સ્વાગત વાળુ મ્યૂઝિક છે. કલર્સના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને પૉસ્ટ કરવામાં આવ્યો છે.