The Kapil Sharma Show Off Go Air : ટીવી શો 'ધ કપિલ શર્મા શો' ઘણો લોકપ્રિય છે. બોલિવૂડથી લઈને સાઉથ સુધીના મોટા મોટા સ્ટાર્સ કપિલ શર્મા સાથે દરેક એપિસોડમાં સામેલ થાય છે. પરંતુ કપિલ શર્મા શોના ફેન્સ માટે નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યાં છે. હા, 'ધ કપિલ શર્મા શો' બંધ થવા જઈ રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સીઝનનો છેલ્લો એપિસોડ જૂનમાં શૂટ કરવામાં આવશે. 'ધ કપિલ શર્મા શો' ને કપિલ શર્મા દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. જે દેશભરમાં ઘર ઘરમાં ખુબ જ જાણીતો છે. આ શો દેશના કરોડો લોકોને મનોરંજન પુરૂ પાડે છે.
છેલ્લા ઘણા સમયથી 'ધ કપિલ શો' ફેન્સનું મનોરંજન કરી રહ્યો છે. આ શોની જર્ની બે અલગ-અલગ ચેનલો પર જોવા મળી હતી. દર વખતે કોમેડિયન કપિલ શર્મા તેને હોસ્ટ કરે છે અને તેની ટીમ સાથે મળીને આ પ્રોગ્રામને નવી થીમ પર ચલાવે છે. તે વચ્ચે સિઝનલ બ્રેક પણ લે છે. હવે ફરી એકવાર ટીમ વેકેશન પર જવાનો સમય આવી ગયો છે.
કપિલ શર્માનો શો કેમ બંધ થઈ રહ્યો છે
અખબારી અહેવાલ મુજબ કપિલ શર્મા હવે આરામ કરવા માંગે છે. એટલા માટે શોને અસ્થાયી રૂપે બંધ કરવાનો વિચાર ચાલી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, શોની ટીઆરપીના સંદર્ભમાં દર વખતે સીઝનલ બ્રેક યોગ્ય બાબત રહી છે. આ દ્વારા નિર્માતાઓ શોની સામગ્રી અને કલાકારોમાં છેડછાડ કરી શકે છે. ઉપરાંત, કલાકારોને પણ બ્રેકની જરૂર છે જેથી તેઓ ફ્રેશ થઈ શકે છે. વિરામ બાદ શો પર પાછા ફરશે. ઉપરાંત, સતત શો ચલાવવાને કારણે કંટાળાજનક અને એકવિધ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. તેથી જ બ્રેક લેવો એ એક સારો પ્રયોગ છે.
કપિલ શર્મા શોનો છેલ્લો એપિસોડ જૂનમાં આવશે!
આ સિઝનનો છેલ્લો એપિસોડ ક્યારે આવશે? આના જવાબમાં શો સાથે સંકળાયેલા એક સૂત્રએ કહ્યું હતું કે, આવી કોઈ તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. પરંતુ તૈયારીઓ એવી છે કે મેના અંત સુધીમાં તે શૂટિંગ પૂર્ણ કરી લેશે. ત્યારબાદ જૂન સુધીમાં સિઝન પુરી થવાની ધારણા છે.
'ધ કપિલ શર્મા શો' બંધ થવાનું આ પણ એક કારણ
'ધ કપિલ શર્મા શો' બંધ થવાનું એક કારણ એ છે કે કપિલ શર્મા પાસે ઘણા આંતરરાષ્ટ્રીય ટૂર લાઇન-અપ્સ છે. તેનું શિડ્યુલ ખૂબ જ વ્યસ્ત છે. આ સ્થિતિમાં તેને પણ બ્રેકની સખત જરૂર છે જેથી કરીને તે તેની અન્ય પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરી શકે. હાલમાં, કપિલ શર્મા શોની નવી સીઝન ક્યારે આવશે તે જાણી શકાયું નથી.
Kapil Sharma: 'કપિલ શર્મા શો' ના ચાહકો માટે માઠા સમાચાર, ટુંકમાં જ બંધ થશે શો
gujarati.abplive.com
Updated at:
15 Apr 2023 07:34 PM (IST)
ટીવી શો 'ધ કપિલ શર્મા શો' ઘણો લોકપ્રિય છે. બોલિવૂડથી લઈને સાઉથ સુધીના મોટા મોટા સ્ટાર્સ કપિલ શર્મા સાથે દરેક એપિસોડમાં સામેલ થાય છે.
ફોટોઃ ટ્વિટર
NEXT
PREV
Published at:
15 Apr 2023 07:34 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -