Kaun Banega Crorepati 14 Promo: 'કૌન બનેગા કરોડપતિ' એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દેશના દરેક ખૂણામાંથી સ્પર્ધકો આવવા માટે ઉત્સુક છે. આ શોમાં લોકો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને કરોડો રૂપિયા કમાય છે. જો કે, આ સિવાય એક બીજી બાબત આ શોને ખાસ બનાવે છે અને તે છે હિન્દી ફિલ્મોના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન. બિગ બીના કારણે આ શો ખૂબ જ લોકપ્રિય છે, કારણ કે તે જે રીતે સ્પર્ધકો સાથે ભળી જાય થાય છે તે પ્રશંસનીય છે.


અમિતાભ ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શહેનશાહ હોય, પરંતુ તેઓ ક્યારેય બીજાની સામે ઝૂકવાને પોતાનું અપમાન માનતા નથી અને આ વાત તેમના લેટેસ્ટ વીડિયો પરથી સ્પષ્ટ થાય છે. દેશના હિતમાં અમિતાભ બચ્ચને માથું નમાવ્યું અને બે લોકો સામે હાથ જોડીને મજાકમાં એમ પણ કહ્યું કે, તેઓ ઉચ્ચ હોદ્દા પર કામ કરતા લોકોથી ખૂબ ડરે છે.


સ્પર્ધકની નોકરી વિશે જાણીને અમિતાભ બચ્ચન ડરી ગયાઃ


સોની ટીવી પર KBC 14નો નવો પ્રોમો શેર કરવામાં આવ્યો છે. પ્રોમોમાં જોઈ શકાય છે કે, નવી સ્પર્ધક સંપદા સરફ પોતાનો પરિચય આપતાં અમિતાભ બચ્ચનને કહે છે કે, તે ડેપ્યુટી કલેક્ટર છે. આ સાંભળીને બિગ બી તેમને રોકે છે. પછી બચ્ચન કહે છે, “આ બહુ મોટું પદ છે. અમારે તમને ત્યાંથી હોટ સીટ સુધી હાથ જોડીને લાવવાં જોઈતા હતા. તમે સરકાર છો. અંદર-બહાર કોને કરાવા એ બધું તમારા હાથમાં છે ને? તમારાથી ખૂબ ડરે લાગે છે. હવે અમે તમને જે પણ પ્રશ્નો પૂછીએ છીએ તે અમે ડરથી કરીશું.


આખો પરિવાર ખતરનાક છે - અમિતાભ બચ્ચન


આ પછી, જ્યારે અમિતાભ બચ્ચન સંપદાના પતિને પૂછે છે કે તેઓ શું કરે છે? તો તેઓ જણાવે છે કે, મધ્યપ્રદેશમાં ડીએસપી છે. આ સાંભળીને અમિતાભ ચોંકી જાય છે અને તેઓ તેમની અને સંપદાની સામે માથું નમાવીને હાથ જોડવાનું શરૂ કરે છે. આ પછી બિગ બી કહે છે કે, આખો પરિવાર ખૂબ જ ખતરનાક છે. તમારે ડરવું પડશે. અમિતાબ બચ્ચનનો આ ફની વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.