Khatron Ke Khiladi 12 Elimination: ટીવીનો લોકપ્રિય સ્ટંટ રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી 12’ આજે સમાપ્ત થવા જઈ રહ્યો છે. આ શોનો ગ્રાન્ડ ફિનાલે ચાલી રહ્યો છે અને આજે શોની 12મી સિઝનના વિનર મળી જશે. રોહિત શેટ્ટીના સ્ટંટ રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 12નો ગ્રાન્ડ ફિનાલે શનિવારે શરૂ થયો હતો. તુષાર કાલિયા, જન્નત ઝુબૈર, ફૈઝલ શેખ, મોહિત મલિક, રૂબિના દિલાઈક અને કનિકા માન ફિનાલેમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. શનિવારે એક સ્પર્ધકને શોમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે અને ખતરોં કે ખિલાડી 12ને તેના ટોચના 5 ફાઇનલિસ્ટ મળ્યા છે. ટીવીની પ્રખ્યાત પુત્રવધૂને રોહિત શેટ્ટીના શોમાંથી બહાર કરવામાં આવી છે. એલિમિનેશન સ્ટંટમાં કનિકા માને વધુ સમય લેતા શો છોડવો પડ્યો હતો.


શનિવારે ગ્રાન્ડ ફિનાલેની ધમાકેદાર શરૂઆત થઈ હતી. પહેલા કનિકા, મોહિત અને રૂબીના ટાસ્ક કરે છે. આ ટાસ્કને સારી રીતે કરીને મોહિત અને રૂબીના ટોપ 5માં પોતાનું સ્થાન બનાવે છે. તે પછી બીજું ટાસ્ક તુષાર, ફૈઝુ અને જન્નત વચ્ચે છે. જેમાં જન્નત પાછળ રહી જાય છે અને સીધી એલિમિનેશન સ્ટંટ પર જાય છે.


જન્નતે કનિકાને હરાવી


એલિમિશન ટાસ્ક જન્નત અને કનિકા વચ્ચે યોજાય છે. આ કામ કરવું તે બંને માટે ઘણું મુશ્કેલ છે. છતાં બંને આ કાર્ય પૂર્ણ કરે છે. ટાસ્કમાં જન્નત અને કનિકાએ હવામાં એક પ્લૈન્ક પર લાકડી લઈને ચાલવું પડે છે. સાથે ફ્લેગ પણ ઉતારવાનો હોય છે.  આ ફ્લેગમાં પણ કરંટ હતો. બંનેએ આ સ્ટંટ પૂરો કર્યો. કનિકાએ આ સ્ટંટ પૂર્ણ કરવામાં 10 મિનિટનો સમય લીધો હતો, જ્યારે જન્નતે 8 મિનિટ 45 સેકન્ડમાં પૂર્ણ કર્યો હતો. જે બાદ કનિકાએ શો છોડવો પડ્યો હતો.


કનિકાના બહાર થયા બાદ જન્નતે ટોપ 5માં પોતાનું સ્થાન બનાવી લીધું છે. રવિવારે ટોપ 5 વચ્ચે ટ્રોફી માટે જંગ થવાનો છે. ટોચના 5 ફાઇનલિસ્ટમાં તુષાર કાલિયા, રૂબિના દિલેક, મોહિત મલિક, ફૈઝલ શેખ અને જન્નત ઝુબૈર છે.


ગુજરાતી ફિલ્મ Chhello Show ને ઓસ્કરમાં મોકલવાને લઈ વિવાદ,  FWICE એ કેંદ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને પત્ર લખ્યો


Photos: 26 વર્ષીય આ યંગ એક્ટ્રેસ છે ‘બ્યૂટી ક્વીન’, લેધર જેકેટમાં શેર કરી બૉલ્ડ તસવીરો.......


Photos: જ્હાન્વીનું બૉડીકૉન ડ્રેસમાં સેક્સી ફોટોશૂટ, ઓરેન્જ લૂકમાં આપ્યા આવા પૉઝ, જુઓ..........